Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ સ્ટારર ‘અગ્નિ’નું ટ્રેલર લૉન્ચ, ફાયર ફાઇટર્સની હિંમતને બિરદાવતી છે ફિલ્મની સ્ટોરી

પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ સ્ટારર ‘અગ્નિ’નું ટ્રેલર લૉન્ચ, ફાયર ફાઇટર્સની હિંમતને બિરદાવતી છે ફિલ્મની સ્ટોરી

Published : 21 November, 2024 06:08 PM | Modified : 21 November, 2024 07:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Agni trailer Launch: હાલમાં રિલીઝ કરવામાં આવેલા ફિલ્મના ટ્રેલરમાં પ્રતીક ગાંધી વિઠ્ઠલના રોલમાં અને દિવ્યેન્દુ તેના સાળા સમિતના રોલમાં છે. એક હોટશોટ પોલીસ અધિકારી સમિત શહેરમાં લાગેલી આગ પાછળના રહસ્યને ઉલેકવાનો પ્રયત્નો કરે છે માટે એક ટીમમાં જોડાય છે.

પ્રતિક ગાંધી અને દિવ્યેન્દુ શર્મા સ્ટારર ફિલ્મ ‘અગ્નિ’નું પોસ્ટર (તસવીર: સોશિયલ મીડિયા)

પ્રતિક ગાંધી અને દિવ્યેન્દુ શર્મા સ્ટારર ફિલ્મ ‘અગ્નિ’નું પોસ્ટર (તસવીર: સોશિયલ મીડિયા)


ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ અભિનેતા પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ શર્માએ (Agni trailer Launch) ભજવેલા દરેક પાત્રો આઇકૉનીક બની જાય છે. આ બન્ને ગ્રેટ અભિનેતા કદીયે એકસાથે સ્ક્રીન પર જોવા મળ્યા નથી, પણ શું થાય જો તેઓ બન્ને એક જ ફિલ્મમાં સાથે આવી જાય. હા હાલમાં જ એવી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે જેમાં પ્રતીક અને દિવ્યેન્દુ સાથે જોવા મળવાના છે. ફિલ્મ ‘અગ્નિ’નું નવું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે.


નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર રાહુલ ધોળકિયાએ (Agni trailer Launch) લખેલી અને ડિરેક્ટ કરેલી ‘અગ્નિ’ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે, જેને સૈયામી ખેર, સાઈ તામ્હંકર, જિતેન્દ્ર જોશી, ઉદિત અરોરા અને કબીર શાહ જેવા ઍક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં રિલીઝ કરવામાં આવેલા ફિલ્મના બે મિનિટ 42 સેકન્ડના આ ટ્રેલરમાં પ્રતીક ગાંધી વિઠ્ઠલના રોલમાં અને દિવ્યેન્દુ તેના સાળા સમિતના રોલમાં જોવા મળવાના છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક હોટશોટ પોલીસ અધિકારી સમિત શહેરમાં લાગેલી આગ પાછળના રહસ્યને ઉલેકવાનો પ્રયત્નો કરે છે માટે એક ટીમમાં જોડાય છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)


ટ્રેલરમાં બન્ને પોતાના મતભેદો અને સમય સામેની રેસ સાથે લડતા હોવાથી, તેઓએ કેસને સોલ્વ કરવા અને મુંબઈમાં (Agni trailer Launch) આવનારી મુસીબતથી બચાવવા માટે વ્યક્તિગત તકરારનું સમાધાન પણ કરતાં જોવા મળી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અગ્નિ સાથે, હું એવી વાર્તાને જીવનમાં લાવવા માટે રોમાંચિત છું જે ફાયર ફાઇટરની બહાદુરીની ઉજવણી કરે છે અને તેમની ભાવનાત્મક મુસાફરીની શોધ કરે છે. ફાયર ફાઇટર્સ રિયલ લાઈફ હીરો છે જેઓ અસંખ્ય જોખમો અને પડકારોનો સામનો કરે છે. આ ફિલ્મ તેમના બલિદાન, વફાદારી અને સ્થિતિસ્થાપકતાને શ્રદ્ધાંજલિ છે.”


અભિનેતા પ્રતીક ગાંધીએ (Agni trailer Launch) પ્રોજેક્ટને પરિવર્તનશીલ ગણાવ્યો, નોંધ્યું, “અગ્નિ માત્ર એક ફિલ્મ નથી, તે ફાયર ફાઇટર્સની હિંમતને શ્રદ્ધાંજલિ છે. આપણા સમાજના અસંગ હીરો. તેમના પડકારોનો સામનો કરવો એ એક સન્માનની વાત છે અને પ્રેક્ષકો માનવીય સ્થિતિસ્થાપકતાની આ વાર્તાનો અનુભવ કરે તેની હું રાહ જોઈ શકતો નથી.”

કો-સ્ટાર દિવ્યેન્દુએ આ ભૂમિકાને તેની કારકિર્દીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. “ફાયર ફાઇટર્સની તીવ્ર દુનિયામાં પોલીસની ભૂમિકા ઊંડી અર્થપૂર્ણ હતી. અગ્નિએ મને મારા હસ્તકલાના કાચા અને ભાવનાત્મક ઊંડાણને અન્વેષણ કરવા સક્ષમ બનાવ્યા, અને હું માનું છું કે તે વિશ્વભરના પ્રેક્ષકો સાથે પડઘો પાડશે,. મિર્ઝાપુર સાથેની અદ્ભુત મુસાફરી પછી, પ્રાઇમ વીડિયો પર `અગ્નિ` ની રજૂઆત મારા માટે ઘર વાપસી જેવી છે, ખાસ કરીને એક્સેલ એન્ટરટેઇનમેન્ટમાં અમારા વિશ્વસનીય સર્જનાત્મક માસ્ટરમાઇન્ડ સાથે," એમ દિવ્યેન્દુ કહે છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે પ્રાઈમ વીડિયો (Agni trailer Launch) પર પ્રિમિયર કરવામાં આવવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2024 07:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK