આ પર્ફેક્ટ સ્કેચ જોઈને કાર્તિક ખુશ થઈ ગયો હતો અને તેણે ફૅનની આકરી મહેનતને બિરદાવી હતી.
દોરાથી બનાવેલો ખાસ થ્રેડ સ્કેચ
તાજેતરમાં ઍક્ટર કાર્તિક આર્યનને નવી મુંબઈની ડી. વાય. પાટીલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં એન્જિનિયરિંગની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. કાર્તિક આર્યને આ કોર્સ માટે પ્રવેશ મેળવ્યો હતો એના એક દાયકાથી વધુ સમય પછી તેને આ ડિગ્રી એનાયત થઈ છે. આ ડિગ્રી મળ્યા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની કેટલીક ઝલક શૅર કરી હતી જેમાં તે વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતો અને ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
કાર્તિકે જ્યારે આ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી ત્યારે તેના ફૅન્સે તેને ઘેરી લીધો હતો અને કાર્તિકે પણ તેમની સાથે સમય પસાર કર્યો હતો. આ ઇવેન્ટમાં કાર્તિકના એક ચાહકે તેને દોરાથી બનાવેલો ખાસ થ્રેડ સ્કેચ ગિફ્ટ આપ્યો હતો. તેણે આ ગિફ્ટ આપતી વખતે જણાવ્યું હતું કે એ બનાવતાં મને ૫૦ કલાક લાગ્યા હતા. આ પર્ફેક્ટ સ્કેચ જોઈને કાર્તિક ખુશ થઈ ગયો હતો અને તેણે ફૅનની આકરી મહેનતને બિરદાવી હતી.