વરુણ બાદ ક્રિતી પણ થઈ કોરોનામુક્ત
ક્રિતી સેનન
વરુણ ધવન બાદ ક્રિતી સૅનન પણ હવે કોરોનામુક્ત બની ગઈ છે. તે ચંડીગઢમાં રાજકુમાર રાવ સાથે ‘સેકન્ડ ઇનિંગ્સ’નું શૂટિંગ કરી રહી હતી. એ દરમ્યાન તેને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આવતા વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મમાં પરેશ રાવલ અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે. પોતાની ટેસ્ટ નેગેટિવ આવી હોવાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં ક્રિતીએ લખ્યું હતું કે ‘દરેકને એ જણાવતાં ખુશી થાય છે કે ફાઇનલી મારી કોરોના-ટેસ્ટ નેગેટિવ આવી છે. બીએમસીના અધિકારીઓ, માનનીય અસિસ્ટન્ટ કમિશનર મિસ્ટર વિશ્વાસ મોતે અને મારા ડૉક્ટરે કરેલી મદદ અને સલાહ બદલ આભાર. સાથે જ દરેકે મને આપેલી શુભેચ્છાઓ અને કદી પણ ખતમ ન થનાર પ્રેમ બદલ આભાર.’

