તે હવે ‘ડંકી’ની સાથે અન્ય ફિલ્મો માટે પ્રૉફિટ શૅરિંગની સાથે ૧૦૦ કરોડ રૂપિયા પણ ચાર્જ કરશે એવી ચર્ચા
ફાઇલ તસવીર
શાહરુખ ખાન અત્યાર સુધી તેની ફિલ્મોના પ્રૉફિટ શૅરિંગનો ભાગ લેતો હતો, પરંતુ હવે સાંભળવા મળ્યું છે કે તે આગામી ફિલ્મો માટે પ્રૉફિટની સાથે ફી પણ લેવાનો છે. એવું જાણવા મળ્યું છે કે રાજકુમાર હીરાણીની આગામી ફિલ્મ ‘ડંકી’ માટે શાહરુખ સો કરોડ રૂપિયા ચાર્જ કરવાનો છે અને સાથે જ પ્રૉફિટમાં ૬૦ ટકા ભાગીદારી પણ લેવાનો છે. જોકે હજી સુધી શાહરુખ કે પછી મેકર્સ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી. શાહરુખની આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ‘પઠાન’એ પણ ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. તો સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ‘જવાન’ પણ એક પછી એક એમ રેકૉર્ડ બ્રેક કરી રહી છે. આ જ કારણ છે કે શાહરુખે હવે ફિલ્મના પ્રૉફિટની સાથે ફી લેવાનું નક્કી કર્યું છે. આ વાત સાચી છે કે ખોટી એ તો ઍક્ટર અને મેકર્સ જ જાણતા હશે. જોકે ૬૦ ટકા પ્રૉફિટ શૅરિંગની સાથે તે સો કરોડ જેટલી ભારે ભરખમ ફી લઈને શાહરુખ એક નવો ચીલો શરૂ કરશે એવું લાગી રહ્યું છે.