Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ બાદ હવે સાઉથનો ઍટલી કુમાર કરશે સલમાન ખાનને ડિરેક્ટ?

શાહરુખ બાદ હવે સાઉથનો ઍટલી કુમાર કરશે સલમાન ખાનને ડિરેક્ટ?

Published : 18 June, 2024 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ ખાનને ‘જવાન’માં સાઉથના ઍટલી કુમારે ડિરેક્ટ કર્યો હતો

સલમાન ખાન

સલમાન ખાન


શાહરુખ ખાનને ‘જવાન’માં સાઉથના ઍટલી કુમારે ડિરેક્ટ કર્યો હતો અને આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે રિલીઝ થયેલી એ ફિલ્મ કેટલી બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. હવે ફરી એક વખત તે આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. આ ફિલ્મ માટે તેણે અગાઉ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને અપ્રોચ કર્યો હતો, પરંતુ તેની તરફથી કોઈ જવાબ ન મળતાં ઍટલી સલમાન ખાન તરફ વળ્યો છે. ઍટલી હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં ફિલ્મની અને સ્ટારની જાહેરાત કરવામાં આવશે. આ અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ કરવામાં આવશે. સલમાન ‘સિકંદર’નું શૂટિંગ આજથી શરૂ કરવાનો છે. એથી ત્યાર બાદ જ તે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2024 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK