બૉડીગાર્ડ દ્વારા જે ફૅનને ધક્કો માર્યો હતો તેને મળીને માફી માગી નાગાર્જુને
ધનુષના બૉડીગાર્ડે ફૅનને માર્યો ધક્કો
નાગાર્જુન બાદ ધનુષના બૉડીગાર્ડે પણ એક ફૅનને ધક્કો માર્યો હતો. નાગાર્જુન અને ધનુષ હાલમાં મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈના જુહુ બીચ પર શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન ધનુષને મળવા માટે ચાહકો પડાપડી કરી રહ્યા હતા. જોકે ધનુષની ટીમ તેના માટે ચાહકોની વચ્ચેથી જવા માટે રસ્તો બનાવી રહી હતી. આ દરમ્યાન એક ચાહક વચ્ચે ઘૂસી આવતાં બૉડીગાર્ડે તેને ધક્કો મારી સાઇડ કર્યો હતો. આ જોતાં ધનુષે તરત જ તેના બૉડીગાર્ડને એવું ન કરવા માટે કહ્યું હતું. આ વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
બૉડીગાર્ડ દ્વારા જે ફૅનને ધક્કો માર્યો હતો તેને મળીને માફી માગી નાગાર્જુને
ADVERTISEMENT
નાગાર્જુનના હાલમાં જ ઍરપોર્ટ પર શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને ભેટતો જોવા મળ્યો હતો. આ એ જ વ્યક્તિ છે જેને તેના બૉડીગાર્ડ દ્વારા ઍરપોર્ટ પર ધક્કો મારવામાં આવ્યો હતો. આ વિડિયો વાઇરલ થયો હતો અને એ નાગાર્જુનના ધ્યાનમાં આવતાં તેણે સોશ્યલ મીડિયા પર માફી પણ માગી હતી. જોકે નાગાર્જુન તેનું કમિટમેન્ટ પૂરું કરીને ફરી જ્યારે જઈ રહ્યો હતો ત્યારે એ ફૅનને મળ્યો હતો અને તેને ભેટ્યો પણ હતો. તેમ જ તે વ્યક્તિને કહ્યું પણ હતું કે તેની ટીમ દ્વારા ભૂલ થઈ હતી.

