પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ઉદયપુરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં.
પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢા
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ઉદયપુરમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. બન્ને વચ્ચે જ્યારે પહેલી મીટિંગ થઈ ત્યારે જ પરિણીતીએ મનોમન નક્કી કરી રાખ્યું હતું કે હું રાઘવ સાથે લગ્ન કરીશ. બન્ને વચ્ચે થયેલી પહેલી મીટિંગ વિશે પરિણીતીએ કહ્યું કે ‘રિપબ્લિક ડે વખતે વહેલી સવારે અમે બ્રેકફાસ્ટ માટે મળ્યાં હતાં. અમે અડધો કલાક સાથે બેઠાં હતાં. એ વખતે મને વિચાર આવ્યો કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરીશ. મને તેના વિશે કોઈ માહિતી નહોતી. તેની ઉંમર શું છે એની પણ ખબર નહોતી. મને તો એ પણ ખબર નહોતી કે તે પરણેલો છે કે નહીં, કારણ કે હું પૉલિટિક્સને કદી ફૉલો નથી કરતી. એટલે તેની વ્યક્તિગત માહિતી નહોતી. એથી હું મારી હોટેલરૂમમાં ગઈ અને ગૂગલ પર જઈને રાઘવ ચઢ્ઢાની ઉંમર, શું રાઘવ ચઢ્ઢા પરણેલો છે કે નહીં એ વિશે સર્ચ કર્યું હતું. મારા દિમાગમાં માત્ર એક જ વાત ફરતી હતી કે આ એ જ વ્યક્તિ છે જેની હું રાહ જોતી હતી. થૅન્કફુલી તે સિંગલ હતો. મેં બધી તપાસ કરી લીધી હતી અને ત્યાર બાદ વાતચીત કરવાની શરૂઆત કરી હતી.’