વર્તમાનમાં અનેક કલાકારો કોરોનાનો શિકાર બની રહ્યા છે
આશુતોષ રાણા અને રેણુકા શહાણે બાળકો સાથે
થોડા દિવસો પહેલાં આશુતોષ રાણાને કોરોના થયો હતો. હવે તેની વાઇફ રેણુકા શહાણે અને બે બાળકો સત્યેન્દ્ર અને શૌર્યમાનને પણ કોરોના થયો છે. વર્તમાનમાં અનેક કલાકારો કોરોનાનો શિકાર બની રહ્યા છે. તેઓ ઘરમાં જ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યાં છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યાં છે. આશુતોષે થોડા દિવસો અગાઉ પોતાને કોરોના થયો હોવાની માહિતી સોશ્યલ મીડિયામાં આપી હતી. આશુતોષ રાણા અને રેણુકાએ થોડા દિવસો પહેલાં જ કોરોનાની વૅક્સિન લીધી હતી.

