રવીનાને તાજેતરમાં જ પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે
રવીના ટંડન
રવીના ટંડન ‘અરણ્યક’ બાદ હવે ડિઝની + હૉટસ્ટાર પર વધુ એક શો લઈને આવવાની છે. એનું ટાઇટલ અને એના રોલ વિશે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. રવીનાને તાજેતરમાં જ પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. નવો શો મળવાની ખુશી વ્યક્ત કરતાં રવીનાએ કહ્યું કે ‘આ શોમાં સામેલ થવાની મને અતિશય ખુશી થઈ રહી છે. આ શો મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહેશે, કેમ કે મને ચૅલેન્જ પસંદ છે અને સાથે જ મારા દરેક કૅરૅક્ટર સાથે પોતાનામાં નવાપણું લાવવું ગમે છે. આ શો પણ એવો જ છે. હું એટલું જરૂર કહીશ કે આ મજેદાર શો માટે રાહ જુઓ.’