કદાચ જ થોડી રકમ વધી હોય. આ સ્ટોરીનો ઉદ્દેશ એ છે કે તમે જ્યારે પણ ફ્રાન્સ જાઓ તો લૂંટારાઓથી સાવધાન રહો. ભારતને હંમેશાં નાહક બદનામ કરવામાં આવે છે.’
હંસલ મેહતા
અનુ કપૂર બાદ ફિલ્મમેકર હંસલ મહેતાએ પણ ફ્રાન્સમાં થયેલા પોતાના કડવા અનુભવ વિશે જણાવ્યું છે. તેમનો સામાન પણ ત્યાં ચોરી થયો હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. તાજેતરમાં જ અનુ કપૂરે એક વિડિયો શૅર કરીને પોતાનાં કૅશ અને ક્રેડિટ કાર્ડની સાથે કીમતી સામાન ચોરી થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. હંસલ મહેતા સાથે આ ઘટના ઘટી ત્યારે તેમની સાથે તેમની બે દીકરીઓ પણ હતી. તેમની પાસે હોટેલમાં જવાના પણ પૈસા નહોતા. એ વિશે પોતાની વ્યથા સંભળાવતાં ટ્વિટર પર હંસલ મહેતાએ ટ્વીટ કર્યું હતું, ‘મેં અનુ કપૂર સરનો વિડિયો જોયો હતો કે જેમાં તેમનો સામાન અને કીમતી ચીજવસ્તુઓ ચોરાઈ ગયા હોવાનું તેઓ જણાવી રહ્યા હતા. હું લૂવર મ્યુઝિયમમાં હતો જ્યારે મારું વૉલેટ ચોરાઈ ગયું હતું. હું કૅશ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વગર અસહાય થઈ ગયો હતો. એ વખતે ખૂબ વ્યથિત થઈ ગયો હતો. મારી સાથે મારી બે નાની દીકરીઓ હતી અને હોટેલમાં પાછા જવા માટે પૈસા પણ નહોતા. આગળની મારી ટ્રિપ અને ફૅમિલી વેકેશન સામાન ચોરી થવાને કારણે બરબાદ થઈ ગયા હતા. કાર્ડ્સ બ્લૉક કર્યાં હતાં એથી ચોરો માટે તો એ વ્યર્થ જ હતાં. કદાચ જ થોડી રકમ વધી હોય. આ સ્ટોરીનો ઉદ્દેશ એ છે કે તમે જ્યારે પણ ફ્રાન્સ જાઓ તો લૂંટારાઓથી સાવધાન રહો. ભારતને હંમેશાં નાહક બદનામ કરવામાં આવે છે.’