Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય રોય કપૂરને કઈ વાતનો છે JOMO? જાણો શેનો આનંદ માણી રહ્યો છે અભિનેતા

આદિત્ય રોય કપૂરને કઈ વાતનો છે JOMO? જાણો શેનો આનંદ માણી રહ્યો છે અભિનેતા

Published : 07 April, 2023 02:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તાજેતરમાં, એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેની મુલાકાત દરમિયાન આદિત્ય રૉય કપૂરે હેશટેગ #AdiKiShaadi અને અન્ય લોકોના લગ્ન વિશે વાત કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) ચોક્કસ બૉલીવૂડનો ‘મોસ્ટ એલિજિબલ’ બેચલર છે. અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનન્યા પાંડે (Ananya Pandey) સાથેના તેના સંબંધોને કારણે ચર્ચામાં છે. તેના સાથી ઍકટર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને વિકી કૌશલ (Vicky Kaushal) બધાના તેમના પ્રિય પાત્ર સાથે લગ્ન થઈ ગયા છે અને આદિત્યના લગ્નનો વિષય પણ ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે.


તાજેતરમાં, એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેની મુલાકાત દરમિયાન આદિત્ય રૉય કપૂરે હેશટેગ #AdiKiShaadi અને અન્ય લોકોના લગ્ન વિશે વાત કરતાં કહ્યું હતું કે, “મૃણાલે બીજા દિવસે એક મહાન વાત કહી કે તેને FOMO (Fear Of Missing Out) નથી, પરંતુ JOMO (Joy Of Missing Out) છે. હું ચૂકી જવાનો આનંદ માણી રહ્યો છું. જોકે, તે વાત સાચી છે કે, બધાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.”



તાજેતરમાં જ એક એવૉર્ડમાં વરુણ ધવને કહ્યું હતું કે તે અર્જુન કપૂર અને આદિત્યને ‘લગ્નનું ચૂરણ’ આપવા માગે છે, ત્યારે ગુમરાહ અભિનેતાએ કહ્યું કે, “હા તે બેચમાંથી અમે ફક્ત બે જ બાકી છીએ.”


વેલ, અનન્યા પાંડે પહેલાં આદિત્ય રોય કપૂર રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, આહાના દેઓલ અને દિવા ધવનને ડેટ કરવા માટે હેડલાઇન્સમાં આવ્યો હતો. એવા અહેવાલો છે કે હાલ તે અનન્યાને ડેટ કરી રહ્યો છે, આ દંપતીએ હજી સુધી આ વિશે ખુલીને વાત કરી નથી.

થોડા અઠવાડિયા પહેલાં તેમણે એક ફેશન શૉમાં એકસાથે રેમ્પ વૉક કર્યું હતું. બીજી તરફ તેમના ચાહકો આ જોડી પ્રેમ વરસાવી રહ્યા છે, ત્યારે કેટલાક નેટીઝન્સને લાગે છે કે આ સારી જોડી બનશે નહીં. આદિત્ય અને અનન્યાની જોડી વિશે તમારું શું માનવું છે?


આ પણ વાંચો: `ગુમરાહ`... `3` અને `30`નું શું છે કનેક્શન?

ઉલ્લેખનીય છે કે આજે, આદિત્ય અને મૃણાલ ઠાકુર સ્ટારર ગુમરાહ મોટા પડદા પર રિલીઝ થઈ છે અને ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2023 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK