એક મર્ડર, બે સસ્પેક્ટ અને બન્ને હમશકલ... આજે રિલીઝ થઈ ચૂકી છે આદિત્ય રૉય કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત ફિલ્મ `ગુમરાહ`. તમને જાણીને આશ્ચર્ય થશે કે `ગુમરાહ` ફિલ્મોમાં `3` અને `30` નું કનેક્શન છે.
ગુમરાહ (તસવીર સૌજન્ય મિડ-ડે)
વર્ધન કેતકર નિર્દેશિત હિન્દી ફિલ્મ `ગુમરાહ` (Gumraah) આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, મૃણાલ ઠાકુર અને રોનિત રૉય લીડ રોલમાં છે. બૉલિવૂડમાં આ પહેલા પણ `ગુમરાહ` ટાઈટલ સાથે બ વધુ ફિલ્મો આવી ચૂકી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે `ગુમરાહ` ફિલ્મોમાં `3` અને `30` નું કનેક્શન છે.
હકિકતે, 1963માં બી. આર. ચોપરા નિર્દેશિત `ગુમરાહ` (Gumrah) રિલીઝ થઈ હતી. આ રોમેન્ટિક ડ્રામામાં અશોક કુમાર, સુનીલ દત્ત અને માલા સિન્હા લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર વચ્ચે સંબંધોના તાણા-વાણા દર્શાવવામાં આવ્યા હતા. તો, 199માં આવેલી મહેશ ભટ્ટ નિર્દેશિત એક્શન ક્રાઈમ ડ્રામા `ગુમરાહ` (Gumrah)માં સંજય દત્ત, શ્રીદેવી, અનુપમ ખેર અને રાહુલ રૉય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા. હવે 7 એપ્રિલ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ `ગુમરાહ` 2019માં આવેલી તામિલ ફિલ્મ `થડમ`ની હિન્દી રીમેક છે.
ADVERTISEMENT
આ સસ્પેન્સ ક્રાઈમ થ્રિલરમાં મૃણાલ ઠાકુર કૉપની ભૂમિકામાં છે જ્યારે આદિત્ય રૉય કપૂર ડબલ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. માગીઝ થિરુમેનીના નિર્દેશનમાં બનેલી `થડમ`માં અરુણ વિજય ડબલ રોલમાં હતા. તેમની સાથે વિદ્યા પ્રદીપ, તાન્યા હોપ અને સ્મૃતિ વેંકટે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી. હવે વાત કરીએ કે `3` અને `30`નું શું કનેક્શન છે. હકિકતે `ગુમરાહ` ટાઈટલની ત્રણેય ફિલ્મોની રિલીઝ ડેટના વર્ષના છેલ્લા અંક `3` છે. 1963...1993...2023. એટલું જ નહીં, આ ત્રણેય `ગુમરાહ`ના રિલીઝ યરમાં પણ 30-30 વર્ષનું અંતર છે.
આ પણ વાંચો : પ્રિયંકાએ સીન્સ માટે ના પાડી અને પછી ગુમાવી ફિલ્મો,એક્ટ્રેસની માતાએ કર્યો ખુલાસો
પિતા-પુત્રએ કર્યા `ગુમરાહ`...
ડિરેક્ટર બી.આર.ચોપડાની `ગુમરાહ` અને મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી `ગુમરાહ`માં પણ એક ખાસ `સંબંધ` છે. હકિકતે 1963માં આવેલી `ગુમરાહ`માં સુનીલ દત્ત લીડ રોલમાં હતા જ્યારે 1993માં આવેલી `ગુમરાહ`માં સંજય દત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુનીલ દત્ત અને સંજય દત્ત પિતા-પુત્રના સંબંધો ધરાવે છે.