પાપા બન્યા બાદ તેની ખુશી સમાતી નથી
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
આદિત્ય નારાયણ હાલમાં તેની દીકરી સાથે સમય પસાર કરી રહ્યો છે. પાપા બન્યા બાદ તેની ખુશી સમાતી નથી. ૨૪ ફેબ્રુઆરીએ આદિત્યની વાઇફ શ્વેતા અગરવાલે દીકરીને જન્મ આપ્યો છે. તેમણે દીકરીનું નામ ત્વિશા રાખ્યું છે. હાલમાં જ ‘આસ્ક મી ઍનીથિંગ’ સેશનમાં આદિત્યને તેના ફૅને દીકરીના નામ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. એનો જવાબ આપતાં આદિત્યએ જણાવ્યું, ‘ત્વિશા નારાયણ ઝા.’ તેણે એમ પણ જણાવ્યું કે ઘરમાં બધા છોકરાના નામ વિશે રિસર્ચ કરી રહ્યાં હતાં, પરંતુ હું જ એકમાત્ર દીકરીનું નામ શોધી રહ્યો હતો. હવે આદિત્યએ દીકરી સાથેનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેની દીકરીની પીઠ દેખાય છે અને તેણે આદિત્યના ખભા પર માથું ઢાળી રાખ્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી, ‘આભાર, લકી, નસીબદાર છું. મારી એન્જલ્સ સાથે હું હજી થોડાં અઠવાડિયાં પસાર કરવાનો છું. ડિજિટલ વર્લ્ડમાં તમારી સાથે ટૂંક સમયમાં મુલાકાત કરીશ.’

