અદિતિ રાવ હૈદરી હાલ `હીરામંડીઃ ધ ડાયમંડ બજાર` માટે ચર્ચામાં છે. અભિનેત્રી પ્રમોશનના કારણે એક શહેરથી બીજા શહેરની ફ્લાઈટમાં મુસાફરી કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ફ્લાઈટમાં ફસાઈ ગઈ હતી. જેની માહિતી અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.
અદિતિ રાવ હૈદરી અને તેની સ્ટોરી પોસ્ટનો કૉલાજ
કી હાઇલાઇટ્સ
- હીરામંડીમાં જોવા મળનાર અભિનેત્રી ઍરલાઈન્સ સર્વિસથી ત્રસ્ત
- સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ઉભરો
- ઍરલાઈન્સે માગી માફી
અદિતિ રાવ હૈદરી ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ `હીરામંડી`માં જોવા મળશે. એવામાં એક્ટ્રેસ પોતાની આ સીરિઝના પ્રમોશન માટે અનેક ઈવેન્ટ્સનો ભાગ બની રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ આજે પોતાની એક પોસ્ટને લઈને ચર્ચામાં છવાયેલી છે.
એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી પોતાના પ્રૉજેક્ટ્સની સાથે-સાથે સોશિયલ મીડિયા પ્રોજેક્ટ્સને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે મોટાભાગે સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ શૅર કરતી હોય છે. હવે ફરી અદિતિની એક નવી પોસ્ટ ચર્ચામાં છવાયેલી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરીને ઍરલાઈન્સ પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે.
ADVERTISEMENT
અદિતિ રાવ હૈદરી હાલ `હીરામંડીઃ ધ ડાયમંડ બજાર` માટે ચર્ચામાં છે. અભિનેત્રી પ્રમોશનના કારણે એક શહેરથી બીજા શહેરની ફ્લાઈટમાં મુસાફરી કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ફ્લાઈટમાં ફસાઈ ગઈ હતી. જેની માહિતી અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.
પોસ્ટમાં તેણે એરપોર્ટની એક ઝલક બતાવી અને જણાવ્યું કે કેવી રીતે સુવિધાઓ પહેલા કરતા ઓછી થઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ કંપનીઓ યોગ્ય સેવા નથી આપી રહી. અદિતિએ ફોટોના કેપ્શનમાં લખ્યું, `સેવાઓ દરરોજ કથળી રહી છે! ન તો કોઈ સીડી કે ન કોઈ એરબ્રિજ. અમે એરપોર્ટ પર બપોરે 12.10 વાગ્યે એક સ્કીટ જોઈ રહ્યા છીએ.
હવે વિસ્તારાએ આ ખામીઓ માટે ખેદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે હૈદરાબાદથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઇટ યુકે 876 12 મિનિટ વિલંબિત થઈ હતી જેના કારણે અમારી ફ્લાઈટ સાથે સીડી ગોઠવવામાં આવી હતી. જો કે, સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. અમારા ગ્રાહકોને થયેલી આ અસુવિધા બદલ અમે દિલગીર છીએ. -વિસ્તારા પ્રવક્તા
અદિતિ રાવ હૈદરીએ જણાવ્યું કે તે ફ્લાઈટમાં ફસાઈ ગઈ. ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેમને લાંબો સમય અંદર બેસી રહેવું પડ્યું કારણ કે ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે ન તો સીડી હતી કે ન તો એરબ્રિજ હતો. તેમણે કહ્યું કે એરપોર્ટ અને એરલાઈન્સની સેવાઓ દરરોજ કથળી રહી છે.
અદિતિ રાવ હૈદરીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે આ તસવીર વિન્ડો સીટ પરથી લેવામાં આવી છે. બીજી ફ્લાઇટ માટે સીડીઓ બહાર દેખાય છે. કેટલાક લોકો તેનું સંચાલન કરી રહ્યા છે.
અદિતિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ભણસાલી આ પીરિયડ ડ્રામા સીરિઝ દ્વારા ઓટીટીની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં અદિતિ ઉપરાંત રિચા ચઢ્ઢા, મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, સંજીદા શેખ અને શર્મિન સહગલ જેવી અભિનેત્રીઓ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે 1 મે, 2024 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે.