Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અદિતિ રાવ હૈદરીને જ્યાં ઘૂંટણિયે પડીને સિદ્ધાર્થે પ્રપોઝ કર્યું એ જગ્યા કેમ ખાસ છે?

અદિતિ રાવ હૈદરીને જ્યાં ઘૂંટણિયે પડીને સિદ્ધાર્થે પ્રપોઝ કર્યું એ જગ્યા કેમ ખાસ છે?

Published : 01 September, 2024 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદિતિ તેની નાનીની ખૂબ નજીક હતી અને આ જ કારણ છે કે તેમણે શરૂ કરેલી સ્કૂલમાં સિદ્ધાર્થ તેને લઈ ગયો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અદિતિ રાવ હૈદરી અને ઍક્ટર સિદ્ધાર્થની આ વર્ષે સગાઈ થઈ છે. એ પહેલાં અદિતિના મનપસંદ સ્થળે સિદ્ધાર્થ તેને લઈ ગયો હતો અને ત્યાં ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કર્યું હતું. બન્નેએ પોતાની સગાઈની અનાઉન્સમેન્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. અદિતિ તેની નાનીની ખૂબ નજીક હતી અને આ જ કારણ છે કે તેમણે શરૂ કરેલી સ્કૂલમાં સિદ્ધાર્થ તેને લઈ ગયો હતો. એ વિશે અદિતિ કહે છે, ‘હું મારી નાનીની ખૂબ નિકટ હતી. થોડાં વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું. હૈદરાબાદમાં તેમણે સ્કૂલ શરૂ કરી હતી. સિદ્ધાર્થ જાણતો હતો કે હું નાનીની નિકટ છું. એથી એક દિવસ અમે બન્ને એ સ્કૂલ જોવા ગયાં હતાં. ત્યાં તે ઘૂંટણિયે પડી ગયો અને મેં તેને પૂછ્યું કે હવે તારું શું ખોવાઈ ગયું? કોની શૂ-લેસ ખૂલી ગઈ છે? તે સતત કહેતો હતો કે અદ્દુ, સાંભળ અને બાદમાં તેણે મને પ્રપોઝ કર્યું હતું. તેણે મને કહ્યું કે હું ચાહતો હતો કે તારી નાનીના આશીર્વાદ માટે તને તારા બાળપણના મનપસંદ સ્થળે લઈ જાઉં.’


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK