મારી ‘હીરામંડી’ પછી જે રીતે લોકોએ મારા પર પ્રેમ વરસાવ્યો હતો એ જોઈને લાગતું હતું કે મારા પર રસપ્રદ ઑફર્સનો વરસાદ વરસશે, પણ હવે એવું લાગે છે જાણે દુકાળ પડી ગયો છે
અદિતિ રાવ હૈદરી
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ને દર્શકો તેમ જ ક્રિટિક્સનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સિરીઝમાં સૌથી વધારે લાઇમલાઇટ અદિતિ રાવ હૈદરીને મળી હતી. એ સિરીઝમાં અદિતિનો ડાન્સ અને એક્સપ્રેશન જબરદસ્ત હતાં. એ સમયે એવું લાગતું હતું કે અદિતિની કરીઅરને આ સિરીઝથી બહુ ફાયદો થશે. જોકે એવું કાંઈ થયું નથી. આ સિરીઝ પછી અદિતિને જેટલી આશા હતી એટલું કામ નથી મળી શક્યું. આ પ્રકારના ફીડબૅકથી અદિતિને પણ બહુ નવાઈ લાગી છે અને તેણે આ વિશે વાત પણ કરી છે.
ફારાહ ખાન સાથેની વાતચીત દરમ્યાન અદિતિએ જણાવ્યું હતું કે ‘મારી ‘હીરામંડી’ પછી જે રીતે લોકોએ મારા પર પ્રેમ વરસાવ્યો હતો એ જોઈને લાગતું હતું કે મારા પર રસપ્રદ ઑફર્સનો વરસાદ વરસશે, પણ હવે એવું લાગે છે જાણે દુકાળ પડી ગયો છે.’
ADVERTISEMENT
‘હીરામંડી’માં અદિતિએ બિબ્બોજાનનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીઝમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા તેમ જ સંજીદા શેખ જેવી ઍક્ટ્રેસોએ કામ કર્યું છે, પણ અદિતિની ઍક્ટિંગે લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. આ સિરીઝમાં અદિતિની ગજગામિની ચાલ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

