હનુમાનના પાત્રમાં છે મરાઠી ફિલ્મો અને ટેલિવિઝનના આ અભિનેતા પોસ્ટરમાં રામ ભક્તિમાં દેખાય છે તલ્લીન
તસવીર સૌજન્ય : ટ્વિટર
પ્રભાસ (Prabhas), સૈફ અલી ખાન (Saif Ali Khan) અને કૃતિ સેનન (Kriti Sanon)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ `આદિપુરુષ` (Adipurush)ના મેકર્સે આજે હનુમાન જયંતી (Hanuman Jayanti)ના અવસરે ફૅન્સને એક સરપ્રાઇઝ આપીને ખુશ કરી દીધા છે. ફિલ્મમાંથી ભગવાન હનુમાનનો લુક એક પોસ્ટર દ્વારા જાહેર કર્યો છે. દેવદત્ત નાગે (Devdatta Nage) ફિલ્મમાં હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આદિપુરુષ ફિલ્મ સંસ્કૃત મહાકાવ્ય રામાયણ (Ramayana) પર આધારિત ભારતીય પૌરાણિક ફિલ્મ છે.
`આદિપુરુષ`ના મેકર્સ અને સ્ટાર કાસ્ટે આજે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટર ફિલ્મમાં હનુમાનના પાત્રનું છે. જે મરાઠી અભિનેતા દેવદત્ત નાગે ભજવી રહ્યાં છે. દેવદત્ત બોલિવૂડથી લઈને મરાઠી ફિલ્મો અને નાના પડદા સુધીના લોકપ્રિય અભિનેતા છે. પોસ્ટર શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે, `રામના ભક્ત અને રામકથાના પ્રાણ...જય પવનપુત્ર હનુમાન!`
ADVERTISEMENT
View this post on Instagram
આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત (Om Raut)એ કર્યું છે. હનુમાન જયંતિના ખાસ અવસર પર રિલીઝ થયેલું આ પોસ્ટર હનુમાન ભક્તોનું દિલ જીતી રહ્યું છે. દર્શકો લાંબા સમયથી ફિલ્મ `આદિપુરુષ`ની રાહ જોઈ રહ્યાં છે ત્યારે આ પોસ્ટરે તેમની ઉત્સુકતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો - ‘આદિપુરુષ’ માટે મન્નત માગવા વૈષ્ણોદેવી ગયા ઓમ રાઉત અને ભૂષણ કુમાર
ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવનાર અભિનેતા દેવદત્ત નાગે નાના પડદાથી લઈને મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. તે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ `તાન્હાજી` ()માં પણ જોવા મળ્યો હતા. હવે ફૅન્સ તેમને `આદિપુરુષ`માં બજરંગ બલીની ભૂમિકામાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કહેવામાં આવી રહ્યું છે કે, `આદિપુરુષ` હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટું બજેટ ધરાવતી ફિલ્મ છે. તાજેતરમાં જ રામનવમીના દિવસે ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું હતું જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ તે જોવા મળ્યા હતા. આ પોસ્ટર પર જ્યાં ચાહકોએ પ્રેમ વરસાવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
આ પણ વાંચો - ક્રિતી અને પ્રભાસ છે પ્રેમમાં?
`આદિપુરુષ` ૧૬ જુનના રોજ થિયેટરમાં રિલીઝ થશે.