રામાયણ બતાવતી ફિલ્મમાં અનેક ડાયલૉગ્સ આજની સામાન્ય બોલચાલની ભાષામાં હતા, જેને કારણે પહેલા જ દિવસથી ફિલ્મની મોટા પ્રમાણમાં ટીકા થવા માંડી. હવે મનોજ મુંતશિરે કહ્યું કે આ અઠવાડિયે ફિલ્મના વિવાદિત ડાયલૉગ્સ બદલી દેવામાં આવશે અને તેમને ફિલ્મમાં સામેલ કરાશે.
ફાઈલ તસવીર
પ્રભાસની (Prabhas) ફિલ્મ `આદિપુરુષ` (Adipursh) માટે જનતા શુક્રવારે મોટી સંખ્યામાં પહોંચી. રામાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મનું ગ્રાન્ડ સ્કેલ બધાને ઉત્સાહિત કરતું હતું. પણ ફિલ્મના ડાયલૉગ્સે દર્શકોને ખૂબ જ નિરાશ કર્યા. રામાયણની (Ramayan) સ્ટોરી બતાવતી ફિલ્મમાં અનેક ડાયલૉગ્સ આજની સામાન્ય બોલચાલની ભાષામાં હતા, જેને કારણે પહેલા જ દિવસથી ફિલ્મની મોટા પ્રમાણમાં ટીકા થવા માંડી. હવે મનોજ મુંતશિરે કહ્યું કે આ અઠવાડિયે ફિલ્મના વિવાદિત ડાયલૉગ્સ બદલી દેવામાં આવશે અને તેમને ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.
`આદિપુરુષ`ના ડાયલૉગ લખનારા રાઈટર મનોજ મુંતશિરે શનિવારે પોતાના ડાયલૉગ્સના બચાવમાં કહ્યું હતું કે આવી ભાષા ભૂલથી ઉપયોગમાં નથી લેવાઈ, પણ આ જાણીજોઈને કરવામાં આવ્યું છે જેથી યંગ ઑડિયન્સ રિલેટ કરી શકે. તેમણે કહ્યું કે ભારતના અનેક કથાવાચક આ પ્રકારની ભાષામાં કથા સંભળાવે છે. પણ હવે મનોજે ફિલ્મના ડાયલૉગ્સને લઈને ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. તેમણે કહ્યું કે જનતાની ભાવનાથી વધારે તેમને માટે કશું જ નથી.
ADVERTISEMENT
મનોજ મુંતશિરે લોકોને કરી ફરિયાદ
પોતાના ટ્વીટમાં મનોજ મુંતશિરે લખ્યું કે, તેમણે "આદિપુરુષ"માં પ્રભુ શ્રીરામનો યશગાન કર્યો જેને માટે તેમને વખાણ નથી મળ્યા. પણ 5 લાઈનો માટે તેમની ટીકામાં લોકોએ ઘણું બધું કહ્યું. ટ્વીટમાં તેમણે લખ્યું, "રામકથા પહેલા પાઠ જે કોઈ શીખી શકે છે, તો તે દરેક ભાવનાનું સન્માન કરવું. સાચું કે ખોટું, સમય પ્રમાણે ફેરફાર પણ આવે છે, ભાવના રહી જાય છે. આદિપુરુષમાં 4000થી વધારે પંકર્તિઓના સંવાદ મેં લખ્યા, પાંચ પંક્તિઓ થકી કેટલીક ભાવનાઓને દુઃખ પહોંચ્યું છે. તે સેંકડો પંક્તિઓમાં જ્યાં શ્રીરામનું યશગાન કર્યું, માતા સીતાના સતીત્વનું વર્ણન કર્યું, તેમને માટે પ્રશંસા પણ મળવી જોઈતી હતી, જે ખબર નહીં કેમ ન મળી."
रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023
सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है.
आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं.
उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान…
`આદિપુરુષ`ના ડાયલૉગથી અનેક લોકો આ રીતે નારાજ થયા છે કે તેમણે સોશિયલ મીડિયા પર મનોજ મુંતશિરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ વિશે પણ પોતાની ફરિયાદ કરતા મનોજે લખ્યું, "મારા જ ભાઈઓએ મારે માટે સોશિયલ મીડિયા પર અશોભનીય શબ્દો લખ્યા. તો મારા પોતાના, જેમની પૂજ્ય માતાઓ માટે મેં ટીવી પર અનેકોવાર કવિતાઓ વાંચી, તેમણે મારી જ માને માટે અભદ્ર શબ્દો કહ્યા. હું વિચારતો રહ્યો, મતભેદ તો હોઈ શકે છે, પણ મારા ભાઈઓમાં એકાએક આટલી બધી કડવાશ ક્યાંથી આવી ગઈ કે તે શ્રીરામના દર્શન ભૂલી ગયા જે દરેક માને પોતાની માનતા હતા, શબરીના ચરણોમાં એવી રીતે બેઠા, જે રીતે કૌશલ્યાના ચરણોમાં બેઠા હોય. શક્ય છે કે, 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ તમારી કલ્પનાથી કંઈક જૂદું લખી દીધું હોય, પણ તમે તો મારા માથે સનાતન-દ્રોહી લખવામાં આટલી બધી ઉતાવણ શું કામ કરી તે હું સમજી શક્યો નથી."
ડાયલૉગ બદલવાનો વાયદો
પોતાના ટ્વીટના અંતમાં મનોજે લખ્યું કે તે તેના સંવાદોની તરફેણમાં અગણિત દલીલો આપી શકે છે, પરંતુ તેણે ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે મળીને નિર્ણય લીધો છે કે સંવાદો બદલવા જોઈએ. તેમણે દર્શકોને વચન આપતા લખ્યું, `મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે અમે કેટલાક સંવાદોને સુધારીશું જે તમને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અઠવાડિયે તે ફિલ્મમાં સામેલ થશે. શ્રી રામ તમને બધાને આશીર્વાદ આપે!
ડાયલૉગ્સના બચાવમાં મનોજ મુંતશિરે આપી હતી આ દલીલો
`આદિપુરુષ`ના એક ડાયલૉગ પર અનેક લોકોએ વાંધો ઊઠાવ્યો છે. આ ડાયલૉગ છે - `તેલ તેરે બાપ કા, આગભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી.` આ ડાયલૉગ વિશે મનોજ મુંતશિરે કહ્યું હતું કે, "સાડા સાત હજાર વર્ષ પહેલા રામાયણ લખવામાં આવી હતી, તો હજી ચાર-સાડા ચારસો વર્ષ પહેલા બાબા તુલસીદાસે અવધીમાં કેમ લખી?" મનોજે કહ્યું હતું કે દરેક રામાયણ સાંભળાવનારાનું મિશન તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડવું હોય છે આથી, સમસામયિક ભાષામાં વાત કરવામાં આવે છે. આજનો યૂથ રામને જાણે અને રામાયણ સાથે રિલેટ કરી શકે આથી તેમણે એવી ભાષા ડાયલૉગ્સમાં જાણીજોઈને વાપરી.
જો કે, આ સ્પષ્ટતા માટે પણ લોકોએ પણ મનોજ મુંતશિરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. `આદિપુરુષ`થી લોકોની નારાજગી સતત સ્પષ્ટ દેખાય છે. આખરે, જનતાની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ સંવાદ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે નવા ડાયલોગ્સ સાથે `આદિપુરુષ` જોઈ રહેલા દર્શકોની પ્રતિક્રિયા શું છે.