તેઓ ઘણા વખતથી બીમાર હતાં
આશા શર્મા
આશા શર્મા ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. પોતાના અભિનયથી તેમણે લોકોનાં દિલોમાં સ્થાન બનાવ્યું છે. તેઓ ઘણા વખતથી બીમાર હતાં. તબિયત ઠીક ન હોવા છતાં તેઓ સતત કામ કરતાં રહ્યાં હતાં. તેમની ઇચ્છા હતી કે અંતિમ શ્વાસ સુધી તેઓ કામ કરતાં રહે. ૮૮ વર્ષની વયે ગઈ કાલે તેમનું અવસાન થયું હતું. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘આદિપુરુષ’માં શબરીના રોલમાં જોવા મળ્યાં હતાં. અગાઉ તેમણે ‘નુક્કડ’, ‘બુનિયાદ’, ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવી અનેક સિરિયલમાં કામ કર્યું હતું. સાથે જ ‘મુઝે કુછ કહના હૈ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘હમ તુમ્હારે હૈં સનમ’ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં. તેમની સાથે કામ કરનારા લોકોનું કહેવું છે કે તેઓ હંમેશાં સાથી-કલાકારો પર પ્રેમ વરસાવતાં અને આશીર્વાદ આપતાં હતાં. આશા શર્માએ ૧૩ વર્ષની ઉંમરથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી.

