Adipurush: 'બાહુબલી' પછી હવે 'ભગવાન રામ' બની ઇન્ટરનેટ પર છવાયો પ્રભાસ
પ્રભાસ
'બાહુબલી' ફેમ સુપરસ્ટાર પ્રભાસ હાલ પોતાની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પ્રભાસે તાજેતરમાં જ પોતે આ ફિલ્મમાં છે તેને લઈને જાહેરાત કરી છે. હવે 'આદિપુરુષ' સાથે જોડાયેલા સમાચાર સામે આી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર પ્રબાસ એક નવા અવતારમાં જોવા મળશે. ચાહકો આ ફિલ્મ સાથે જોડાયેલી નવી નવી વાતો જાણવા માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે.
આ દરમિયાન ફિલ્મ 'આદિપુરુશ'માં પ્રભાસના રોલ અને કેરેક્ટરને લઈને ઇન્ટરનેટ પર ચર્ચા વધી રહી છે. અભિનેતાના રોલને લઈને એવી અફવા છે કે પ્રભાસ ફિલ્મમાં ભગવાન રામના અવતારમાં જોવા મળશે. આ વાતને લઈને હવે ચાહકો સોશિયલ મીડિયા પર પ્રભાસના 'ભગવાન રામ'ના રૂપના કેટલાય પોસ્ટર બનાવીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. આ પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવાની સાથે જ ખૂબ જ લોકપ્રિય પણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર પ્રભાસે સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું જે ખૂબ જ શાનદાર હતું. ટીઝર રિલીઝ થયા પછી હવે ચાહકો પ્રભાસના રોલ વિશે વધારે માહિતી મેળવવા માગે છે. જો કે, અત્યાર સુધી 'આદિપુરુષ' સાથે જોડાયેલી અન્ય કોઇપણ માહિતી મેકર્સે શૅર કરી નથી. તો તાજેતરમાં જ સમાચાર હતા કે અભિનેત્રી અનુષ્કા શર્મા, પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નો ભાગ બની શકે છે. પણ અનુષ્કા અને ફિલ્મ મેકર્સ તરફથી આ વાતને લઈને કોઇપણ ઑફિશિયલ માહિતી શૅર કરવામાં આવી નથી.
જણાવવાનું કે અનુષ્કા શર્મા હાલ પોતાની પ્રેગ્નેન્સી એન્જૉય કરી રહી છે. તાજેતરમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતે માતા-પિતા બનવાના છે એ સમાચાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શૅર કર્યા હતા, આ સમાચાર પછી ચાહકો અને સેલેબ્સે તેમને વધામણી આપી. તો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી અનુષ્કાની તસવીર પણ ખૂબ જ ચર્ચામાં રહી.

