Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાન્સફૉર્મિંગ કરવું મને પસંદ છે : આદર્શ ગૌરવ

ટ્રાન્સફૉર્મિંગ કરવું મને પસંદ છે : આદર્શ ગૌરવ

10 January, 2024 06:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની હાલમાં જ ‘ખો ગએ હમ કહાં’ રિલીઝ થઈ છે. એમાં તે જિમ ટ્રેઇનર હતો અને તેની ઍબ્સ પણ જોવા મળી રહી હતી. આ માટે તેણે ઘણી મહેનત કરી હતી.

આદર્શ ગૌરવ

આદર્શ ગૌરવ


આદર્શ ગૌરવનું કહેવું છે કે તેને તેના રોલ માટે ટ્રાન્સફૉર્મ કરવાનું ખૂબ જ પસંદ છે. તેની હાલમાં જ ‘ખો ગએ હમ કહાં’ રિલીઝ થઈ છે. એમાં તે જિમ ટ્રેઇનર હતો અને તેની ઍબ્સ પણ જોવા મળી રહી હતી. આ માટે તેણે ઘણી મહેનત કરી હતી. આ વિશે વાત કરતાં આદર્શ ગૌરવે કહ્યું કે ‘હું સ્ક્રીન પર જે પાત્ર ભજવી રહ્યો હોઉં એની સાથે જોડાવું અને એને સમજવું મારા માટે ખૂબ જ જરૂરી છે. ટ્રાન્સફૉર્મિંગ મને ખૂબ જ પસંદ છે. એવું જરૂરી નથી કે ખૂબ જ મોટું ટ્રાન્સફૉર્મેશન હોવું જોઈએ. તમારા વાળ અથવા તો દાઢી, કંઈ પણ નાની વસ્તુ પણ હોઈ શકે છે. જોકે મારું માનવું છે કે સ્ટોરીલાઇન મુજબ લુક હોવો ખૂબ જ જરૂરી છે. હું જ્યારે પાત્ર ભજવી રહ્યો હોઉં ત્યારે દર્શકોને એમાં વિશ્વાસ થાય એ માટે ખૂબ જ મહેનત કરું છું. હું જે પણ રોલ ભજવું છું એમાં ઊંડાણમાં ઊતરી જાઉં છું. મારા માટે ફિઝિકલ એટ્રિબ્યુટ ખૂબ જ મહત્ત્વનો છે. રેગ્યુલર કૉલેજ બૉય માટે વજન ઉતારું અથવા તો બલરામ જેવો ઈવિલ માણસ હોય કે યંગ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર હોય, હું ટ્રાન્સફૉર્મ કરવામાં માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2024 06:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK