છ દિવસમાં ‘ધ કેરલ સ્ટોરી’એ 68.86 કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ
અદા શર્મા
અદા શર્મા હવે ‘ધ ગેમ ઑફ ગિરગિટ’માં શ્રેયસ તલપડે સાથે જોવા મળશે. થોડા સમય પહેલાં ‘બ્લુ વ્હેલ ગેમ’ યુવાનોમાં ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. આ ગેમને કારણે યુવાનોના જીવ પણ જઈ રહ્યા હોવાથી એને ઘણા દેશમાં બૅન કરવામાં આવી હતી. આ ગેમ પર આધારિત ફિલ્મ ‘ધ ગેમ ઑફ ગિરગિટ’ છે. આ ગેમમાં ચૅલેન્જ આપવામાં આવતી હતી અને એનાથી લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં. આ વિશે વાત કરતાં અદા શર્માએ કહ્યું કે ‘હું ‘ધ ગેમ ઑફ ગિરગિટ’માં ભોપાલની પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મ બ્લુ વ્હેલ ઍપ પરથી પ્રેરિત છે. આ ગેમમાં ઘણા ટાસ્ક આપવામાં આવે છે અને અંતે પોતાના શરીરને નુકસાન પહોંચાડવાનો ટાસ્ક આપવામાં આવે છે અથવા તો અન્ય કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો ટાસ્ક આપે છે. આ ફિલ્મમાં હું આ કેસને સૉલ્વ કરતી જોવા મળીશ. મેં અગાઉ ‘કમાન્ડો’માં પણ પોલીસની ભૂમિકા ભજવી હતી. ભાવના રેડ્ડી ખૂબ જ પૉપ્યુલર થઈ હતી. ગાયત્રી ભાર્ગવ ખૂબ જ અલગ પોલીસ-ઑફિસર છે. પોલીસનું પાત્ર ભજવવાની મજા આવે છે, પરંતુ આ વખતે એ એકદમ અલગ છે.’