Adah Sharma shifts to SSR House: ડિસેમ્બર 2019માં આ ફ્લેટને સુશાંત સિંહ રાજપૂતે 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડે લીધો હતો અને તે બાદ તેણે અહીં જ આત્મહત્યા કરી હતી.
સુશાંત સિંહ રાજપૂત અને અદા શર્મા
છેલ્લા અમુક મહિનાથી ‘કેરલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્માએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Adah Sharma shifts to SSR House) મુંબઈ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી હતી. આ બધી ચર્ચા વચ્ચે અદાએ વાત સાચી હોવાની કબૂલાત આપી હતી. અદાએ કહ્યું હતું કે તે ચાર મહિનાં પહેલાં જ સુશાંતના ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેનું કહેવું છે કે તે તેની ફિલ્મ `ધ બક્સર સ્ટોરી`ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ત્યારબાદ તે મથુરાની એલીફન્ટ સેંક્ચ્યુરીમાં થોડા દિવસ રહી હતી જેને લીધે તે આ ઘરમાં આવી જ નહોતી. જોકે અદાએ સુશાંત સિંહ રાજપૂતના ઘરનું રેનોવેશન પણ કરાવ્યું છે. અદાએ જણાવ્યું હતું કે હવે તેને તેના નવા એપાર્ટમેન્ટમાં સંપૂર્ણ રીતે ઘર જેવો અનુભવ થઈ રહ્યો છે.
અદા શર્માએ (Adah Sharma shifts to SSR House) હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે કેટલાક લોકોએ તેને બાન્દ્રામાં આવેલા આ એપાર્ટમેન્ટને ભાડે લઈને ત્યાં શિફ્ટ થવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. અદાએ કહ્યું કે હું ચાર મહિના પહેલાં જ બાન્દ્રાના મોન્ટ બ્લાંક એપાર્ટમેન્ટના ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. તાજેતરમાં મને થોડા સમયની રજા મળી છે અને હું આખરે અહીં રહેવા આવી ગઈ છું."
ADVERTISEMENT
અદા શર્માએ આગળ કહ્યું, "હું મારી આખી લાઈફ પાલી હિલના એક જ ઘરમાં રહી છું અને આ પહેલીવાર છે જ્યારે હું ત્યાંથી બહાર નીકળી છું. આ જગ્યા મને પોઝિટિવ વાઇબ્સ (Adah Sharma shifts to SSR House) આપે છે. કેરળ અને મુંબઈમાં મારા બીજા ઘરો વૃક્ષોથી ઘેરાયેલા છે અને અમે પક્ષીઓને અને ખિસકોલીઓને ફૂડ આપતા હતા. જેથી, હું એક એવું ઘર શોધતી હતી, જ્યાંથી સુંદર દ્રશ્ય દેખાય અને પક્ષીઓને ખોરાક આપી શકું.”
અભિનેત્રીએ કહ્યું કે અનેક લોકોએ તેને ના પાડી હતી, પણ તે તેના નિર્ણય પર ટકી રહી. અદાએ પાંચ વર્ષ માટે આ એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. અદા તેના આ નવા ફ્લેટને પોતાના હિસાબે ડિઝાઇ કરાવી રહી છે. તેણે એસએસઆરના આખા ફ્લેટને સફેદ રંગથી રંગ્યો છે. અહેવાલ અને રિપોર્ટ્સ મુજબ, તેણે ફ્લેટના નીચલા ભાગમાં એક મોટું મંદિર બનાવ્યું છે. તેમ જ ઉપરના માળે, એક રૂમ મ્યુઝિક રૂમ, ડાન્સ સ્ટુડિયો અને છતને એક બગીચામાં ફેરવ્યું છે.
અદાએ તેના આ નવા ઘરમાં ખૂબ ઓછું ફર્નીચર રાખ્યું છે. અદા જમીન પર સુવે છે અને ભોજન પર બેસીને જ જમે છે એવું તેણે કહ્યું હતું. ઑગસ્ટ 2023માં અદાએ આ એપાર્ટમેન્ટને ભાડે લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં આ ફ્લેટને સુશાંત સિંહ રાજપૂતે 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિને ભાડે લીધો હતો અને તે બાદ તેણે અહીં જ આત્મહત્યા કરી હતી. સુશાંતના આપઘાત બાદ આ ફ્લેટની માગણી ખૂબ જ વધી છે.

