સુશાંત સિંહ રાજપૂતના ફ્લૅટમાં શિફ્ટ થયા બાદ થયેલા ટ્રોલિંગનો જવાબ આપ્યો અદા શર્માએ
અદા શર્મા
સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં શિફ્ટ થઈ ત્યારથી અદા શર્મા વિશે સોશ્યલ મીડિયા પર જાતજાતની વાતો થઈ. તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. આ વિશે અદા શર્મા હવે બોલી છે. તેણે કહ્યું, ‘ઍઝ ઍન ઍક્ટર, ઈવન એક વ્યક્તિ તરીકે પણ તમે તમામ કહેવાયેલી બાબતોનો જવાબ નથી આપી શકવાના. આપણા બધા પાસે જીવનમાં ઘણુંબધું કરવા માટે છે. બીજું એ કે આ આઝાદ દેશ છે અને બધાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. લોકોને કંઈ એવું લાગ્યું હોય તો એ મુદ્દે વાત કરી શકે છે. હું અહીં કોઈને કહેવાની નથી કે ‘હું સારી વ્યક્તિ છું’ કે મારા નિર્ણય પાછળનાં કારણો તેમને જણાવવાની નથી. મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું અને હું મને ઓળખું છું. જેમ મારા માટે કોઈ બદલાય એમ હું નથી ઇચ્છતી એ જ રીતે હું મારી જાતને પણ નહીં ચેન્જ કરું. હું મારા ઘરમાં સેટલ થઈ ચૂકી છું અને મને મારું ઘર ખરેખર ખૂબ ગમે છે.’
સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ તેનો ફ્લૅટ આશરે ૪ વર્ષ સુધી ખાલી રહ્યો હતો. ૨૦૨૪ના ઑગસ્ટમાં રિપોર્ટ આવ્યા હતા કે અદા શર્માએ બાંદરામાં આવેલા મોં બ્લાં અપાર્ટમેન્ટનો એ ફ્લૅટ ભાડા પર લીધો છે.

