Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજની માતાઓ પોતાંની ભૂમિકાઓ પ્રત્યે વધુ સભાન બની જાય છે: અભિનેત્રી શબાના આઝમી

આજની માતાઓ પોતાંની ભૂમિકાઓ પ્રત્યે વધુ સભાન બની જાય છે: અભિનેત્રી શબાના આઝમી

Published : 29 August, 2024 06:26 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Actress Shabana Azmi: આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ પ્રારંભિક બાળ વિકાસના આવશ્યક અને જરૂરી વિષયને આવરી લેવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો


2024 રાઉન્ડટેબલ કૉન્ફરન્સ, યુનિસેફના સહયોગથી ગ્રેવિટસ ફાઉન્ડેશન દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ પ્રારંભિક બાળ વિકાસના આવશ્યક અને જરૂરી વિષયને આવરી લેવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યાં હતા. જેમાં સામાજિક મુદ્દાઓ પર પોતાનો મજબૂત અવાજ ધરાવતી પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમી (Actress Shabana Azmi) પણ જોવા મળી હતી. આ સાથે જ રાજ્યસભાની સાંસદ ડૉ. મેધા કુલકર્ણી અને પુણેના શિક્ષણ આયુક્ત સુરજ મંધારે ઉપસ્થિત રહ્યા હતા.


ખાસ તો આ કાર્યક્રમમાં શબાના આઝમી (Actress Shabana Azmi) ઉપરાંત પ્રસિદ્ધ બાળરોગ વિશેષજ્ઞ અને નવજાત શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. અમિતા ફડનીસ અને ભારતીય બાળ ચિકિત્સા અકાદમીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રમોદ જોગ તેમ જ વકાલતનાં પ્રતિબદ્ધ અભિનેત્રી તનીષા મુખર્જી પણ હાજર્ન રહ્યા હતા. ખાસ તો ૨૦૨૪નું આ રાઉન્ડએબલ કોન્ફરન્સનું આયોજન ઈસીડીને રાષ્ટ્રીય અને વૈશ્વિક એજન્ડામાં ઉંચું લાવવાના સતત પ્રયત્નોમાનું એક મહત્વનું ગણી શકાય, તેમાં કોઈ બેમત નથી.



શબાના આઝમીએ હ્ર્દયથી પોતાના અનુભવોની વાત કરી


આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી શબાના આઝમી (Actress Shabana Azmi)એ પોતાની વાત મૂકતાં જણાવ્યું હતું કે, "હું ફક્ત મારા અંગત અનુભવથી જ બોલી રહી છું. મારા માતાપિતાએ મને નાનપણમાં જે આપ્યું છે અને મેં એવી અનેક માતાઓને પોતાના બાળક પ્રત્યે કાળજીપૂર્વક ફરજ બજાવતાં જોઈ છે. આજની માતાઓ ઘણી વખત પોતાની ભૂમિકાઓ પ્રત્યે અત્યંત જાગૃત બની જાય છે, જે દરવખત માટે સારી બાબત ન ગણી શકાય. હા, અગાઉની પેઢીઓમાં આ સ્તરની ચિંતા નહોતી, છતાં બાળકો સાથે પ્રેમનો એક ઊંડો, સ્વાભાવિક સંબંધ હતો. હું માનું છું કે તમારા બાળક સાથે પ્રેમ અને સન્માન સાથે વર્તવું મહત્વનું છે, પણ હું મને એ વાતની ખાતરી નથી કે આધુનિક `હેલિકોપ્ટર પેરેન્ટિંગ` શૈલી બાળકને ફાયદો કરાવે છે કે નહીં?”

તેમણે પોતાની વાતમાં આગળ જણાવ્યું હતું કે, "જો હું (Actress Shabana Azmi) દાખલો આપું તો મારા પતિએ તેમની માતાને વહેલાં ખોઈ દીધા હતા. તેમના પાસે કોઈ રમકડાં નહોતા, પરંતુ તેમને તેમની કલ્પનાને શોધવા અને વિકસાવવા માટે સ્વતંત્રતા હતી, જેનો શ્રેય એ જ કે આજે તેઓ એક સફળ લેખક તરીકેની ઓળખ બનાવી શક્યા છે.”


આ પ્રસંગે ઉષા કાકડેએ પોતાની વાતમાં કહ્યું કે, "અમારા ગ્રેવિટસ ફાઉન્ડેશનની `ગૂડ ટચ બેડ ટચ` પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સુધી પહોંચી ગઈ છે, જેની અસર 1,095 શાળાઓના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર પડી છે. આ પહેલ બાળ સુરક્ષાની જાગરૂકતા વધારવામાં, બાળકોમાં અસુરક્ષિત સ્પર્શને ઓળખવામાં અને તે મુદ્દે રિપોર્ટ કરવામાં સશક્ત કરવા માટે છે”

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2024 06:26 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK