Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘કોર્ટમાં જઈ શકે કેસ’ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના વાયરલ ડીપફેક વીડિયો પર કેન્દ્રીય મંત્રીએ આપી ચેતવણી

‘કોર્ટમાં જઈ શકે કેસ’ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના વાયરલ ડીપફેક વીડિયો પર કેન્દ્રીય મંત્રીએ આપી ચેતવણી

06 November, 2023 03:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Actress Rashmika Mandanna Deepfake Video goes Viral : રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ચેતવણી આપી છે.

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફાઇલ તસવીર

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફાઇલ તસવીર


અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Actress Rashmika Mandanna Deepfake Video goes Viral) થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ખોટી માહિતી આપવા બદલની કાયદાકીય અધિકારોની ચેતવણી આપી છે. 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો (Actress Rashmika Mandanna Deepfake Video goes Viral)માં અભિનેત્રી રશ્મિકા નહીં પરંતુ ઝરા પટેલ નામની બ્રિટિશ-ઈન્ડિયન મહિલા છે, પરંતુ ડીપફેકમાં તેનો ચહેરો રશ્મિકાના ચહેરા સાથે બદલવામાં આવ્યો છે.




આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આઇટીના નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કાનૂની જવાબદારીઓ સમજાવવા માટે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. તેઓએ લખ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ ડિજિટલ નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે."


તેમણે વધુમાં આ બાબતે કહ્યું હતું કે એપ્રિલ, 2023માં સૂચિત IT નિયમો હેઠળ, પ્લેટફોર્મ્સ માટે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી છે કે કોઈપણ વપરાશકર્તા દ્વારા કોઈ ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે. આવી ખોટી માહિતી બદલ જો કોઈ વપરાશકર્તા અથવા સરકાર દ્વારા જાણ કરવામાં આવે, તો તેને દૂર કરવી જોઈએ.

તેઓએ આગળ લખ્યું કે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો એક્ટના નિયમ 7નો ઉપયોગ કરવામાં આવશે. પીડિતા IPCની જોગવાઈઓ હેઠળ આ પ્લેટફોર્મને કોર્ટમાં લઈ જઈ શકે છે. તમને જણાવી દઈએ કે એક પત્રકાર અભિષેક કુમારે આ વીડિયોને લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને પોતાના એક્સ એકાઉન્ટ પર આ બાબતે પોસ્ટ કરીને આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

તેમણે આવા કૃત્યો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે જ સમયે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ રશ્મિકાના સમર્થનમાં આવ્યા છે. તેઓએ પણ X એકાઉન્ટ પર ટ્વીટ કરીને વીડિયો (Actress Rashmika Mandanna Deepfake Video goes Viral) એડિટ કરીને લીક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (ટ્વિટર) પર વાયરલ વીડિયો શૅર કરતી વખતે અમિતાભે લખ્યું કે હા, આ કાયદાકીય રીતે સ્ટ્રોંગ કેસ છે.

આખરે ડીપફેક વીડિયો શું છે?

તમને જણાવી દઈએ કે ડીપફેકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિની તસવીર કે વીડિયોમાં ફેરફાર કરી શકાય છે. હાલના સમયમાં તો ડીપફેક્સ ખોટી માહિતીનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. આ ઘણીવાર નકલી વાયરલ પોસ્ટ્સ સાથે જોડાયેલા હોય છે.

શું છે વાયરલ વીડિયો પાછળની સત્યતા?

આ વીડિયો (Actress Rashmika Mandanna Deepfake Video goes Viral)ની સત્યતા તપાસતા એવું સામે આવ્યું હતું કે આ વીડિયો મૂળ ઝરા પટેલનો છે અને 9 ઓક્ટોબરે અપલોડ કરવામાં આવ્યો હતો. ઝરા પટેલ એક બ્રિટિશ-ભારતીય છોકરી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2023 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK