Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Uber ડ્રાઈવરે અભિનેત્રીને આપી ધમકી, ગાડી રોકવા કહ્યું તો વધારી સ્પીડ, જાણો મામલો

Uber ડ્રાઈવરે અભિનેત્રીને આપી ધમકી, ગાડી રોકવા કહ્યું તો વધારી સ્પીડ, જાણો મામલો

Published : 16 October, 2022 03:45 PM | Modified : 16 October, 2022 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ અભિનેત્રી અને દિગ્દર્શક મનવા નાઈક(Manava Naik)એ આરોપ લગાવ્યો છે કે એક ઉબેર કેબ ડ્રાઈવર(Uber Cab Driver)એ તેની સાથે ગેરવર્તન કર્યું અને તેને ધમકી આપી

મનવા નાઈક

મનવા નાઈક


ફિલ્મ અભિનેત્રી અને દિગ્દર્શક મનવા નાઈક(Manava Naik)એ આરોપ લગાવ્યો છે કે એક ઉબેર કેબ ડ્રાઈવર(Uber Cab Driver)એ તેની સાથે ગેરવર્તન કર્યું અને તેને ધમકી આપી. તેણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તે ટેક્સી લઈને તેના ઘરે જઈ રહી હતી. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ શનિવારે તેના ફેસબુક એકાઉન્ટ પર આ ઘટના વિશે લખ્યું છે.


મુંબઈ પોલીસ(Mumbai Police)ના જોઈન્ટ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગર પાટીલે અભિનેત્રીની ફેસબુક પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું છે અને દોષિતો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.



ફેસબુક પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું કે તેણીએ ઘરે જવા માટે રાત્રે 8.15 વાગ્યે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી કેબ લીધી. તે કેબમાં બેઠી ત્યારે ડ્રાઈવર ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તેણે આ અંગે ડ્રાઇવરને અટકાવ્યો પણ હતો. ડ્રાઈવરે BKC પર સિગ્નલ ક્રોસ કરતા  પોલીસકર્મીઓએ તેની કેબ રોકી અને તેની કારની તસવીર ક્લિક કરી.


ડ્રાઈવરે ટ્રાફિક પોલીસ સાથે દલીલ શરૂ કરી. આના પર અભિનેત્રીએ પોલીસકર્મીને કેબને જવા દેવા કહ્યું, કારણ કે તેણે આમ પણ તસવીર પહેલા જ ક્લિક કરી લીધી હતી. આના પર ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને એક્ટ્રેસ પર બૂમો પાડવા લાગ્યો. ડ્રાઈવરે એક્ટ્રેસને પૂછ્યું કે શું તમે દંડ પેટે 500 રૂપિયા ચૂકવશો.


આ પણ વાંચોઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આ ચર્ચા વચ્ચે અભિનેત્રીએ ડ્રાઈવરને કેબ પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું. પરંતુ ડ્રાઈવરે અંધકારપટ જગ્યાએ કેબ રોકી હતી. ત્યારબાદ ડ્રાઈવરે કારની સ્પીડ વધારી દીધી અને કારને ચુનાભટ્ટી રોડ અને પ્રિયદર્શિની પાર્ક વચ્ચેના રોડ તરફ હંકારી દીધી. અભિનેત્રીએ ઉબેર સેફ્ટી હેલ્પલાઈન પર કોલ કર્યો. આ પછી ડ્રાઈવરે કારની સ્પીડ વધારી દીધી.

અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ડ્રાઈવરને કાર રોકવા માટે કહ્યું, પરંતુ તેણે તેમ ન કર્યું અને કોઈને ફોન કરવાનું શરૂ કર્યું. આ પછી અભિનેત્રી ડરી ગઈ અને મદદ માટે બૂમો પાડવા લાગી. આ પછી એક બાઇક અને ઓટોરિક્ષાએ કાર રોકી અને એક્ટ્રેસને કારમાંથી નીચે ઉતારી.

આ પણ વાંચોઃ સલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2022 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK