ફિલ્મના પ્રમોશન માટે તે વિવિધ સ્થળે જઈ રહી છે. જોકે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા માટે તે અયોધ્યામાં આવેલા રામમંદિરની મુલાકાતે ગઈ હતી
કંગના રનોટ
કંગના રનોટે હાલમાં જ રામમંદિરની મુલાકાત લીધી છે. આજે તેની ‘તેજસ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે વિવિધ સ્થળે જઈ રહી છે. જોકે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા માટે તે અયોધ્યામાં આવેલા રામમંદિરની મુલાકાતે ગઈ હતી. તેણે રામ જન્મભૂમિ પર જઈને પ્રભુ રામ પાસે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ દરમ્યાન તેણે ઑરેન્જ સાડી પહેરી હતી. જય શ્રીરામ લખેલી શાલ પણ તેના પર જોઈ શકાય છે. આ ફોટો શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મારી સાથે છે. હું તેમની ભક્ત છું અને મારા પર તેમની એટલી કૃપા છે કે મને વિષ્ણુના અવતાર, અદ્ભુત ધનુર્ધારી, તેજસ્વી યોદ્ધા, તપસ્વી રાજા, મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ જન્મભૂમિની મુલાકાત લેવાનો લાભ મળ્યો છે. રામ જન્મભૂમિ મારી ફિલ્મ ‘તેજસ’માં મહત્ત્વનો પાર્ટ ભજવે છે, આથી મને લાગ્યુ કે મારે રામ લલ્લાની મુલાકાત લઈને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ.’