Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે હંસિકા

આ વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે હંસિકા

03 November, 2022 01:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોહેલ ‘અવન્ત’ નામની ગાર્મેન્ટ બ્રૅન્ડનો માલિક છે.

હંસિકા મોટવાણી ટૂંક સમયમાં જ ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા

હંસિકા મોટવાણી ટૂંક સમયમાં જ ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા


હંસિકા મોટવાણી ટૂંક સમયમાં જ ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે. હંસિકાએ તામિલ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. સોહેલ ‘અવન્ત’ નામની ગાર્મેન્ટ બ્રૅન્ડનો માલિક છે. હંસિકાનાં લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે તેણે પણ કન્ફર્મ કરી દીધું છે કે તેને પણ લાઇફ-પાર્ટનર મળી ગયો છે. હંસિકાએ પૅરિસના આઇફલ ટાવર પાસેના કેટલાક ફોટો શૅર કર્યા છે. ફોટોમાં સોહેલ તેને પ્રપોઝ કરી રહ્યો છે તો બૅકગ્રાઉન્ડમાં ફ્લાવર્સથી લખેલું ‘મૅરી મી’ દેખાય છે. બસ, બન્નેનાં લગ્નની તારીખ જાણવા નથી મળી, પરંતુ એટલું જાણવા મળ્યું છે કે ડિસેમ્બરમાં બન્ને લગ્ન કરી લેશે. એની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હંસિકાએ ફોટો શૅર કરતાં સૌકોઈ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસિકાએ કૅપ્શન આપી હતી, નાઓ ઍન્ડ ફોરેવર.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2022 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK