શું થઈ ગયું આ એક્ટ્રેસને, આવા લૂક પાછળ છે આ કારણ, જાણો તમે પણ
એલી અવરામ
લૉકડાઉન બાદ બૉલીવુડ એક્ટ્રેસ પોતાના ઘરે જ ફિટનેસ અને બ્યૂટીની સંભાળ રાખી રહી છે. ઘરે જ એક્ટ્રેસિઝ ફિટનેસ માટે વર્કઆઉટ કરી રહી છે અને બ્યૂટી માટે ઘરે જ પોતાની સ્કીનની કાળજી રાખી રહી છે. એવામાં એલી અવરામનું નામ પણ સામેલ છે, જે ઘર પર પોતાની સ્કીનની કૅર કરી રહી છે. હાલમાં જે એણે બીટરૂટ માસ્ક લગાવ્યો હતો, પરંતુ એણે પોતાના ચહેરા પર જ નહી, પૂરા શરીર પર આ માસ્ક લગાવી રાખ્યો હતો.
આવુ કર્યા બાદ એણે આ તસવીર શૅર કરી છે, જે ઘણી અજીબ લાગી રહી છે. આ ફોટોમાં એનો લૂક લોકોને ઘણો આકર્ષિત કરી રહ્યો છે અને ફૅન્સ એના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એણે માસ્ક લગાવીને આ ફોટોઝ પર હંસતા કેપ્શન લખ્યું છે, બીટરૂટની દુકાન, બીટરૂટ માટે પ્રેમ. આ ફોટોમાં એણે બિકિની પહેરી છે અને પૂરી બૉડી પર આ માસ્ક લગાવી રાખ્યો છે, જેની હવે ઘણી ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
આ ફોટો શેર કરતી વખતે તેમણે આ પ્રયોગ પાછળનું કારણ પણ સમજાવ્યું. ખરેખર, એમણે બીટરૂટનો માસ્ક પહેલા ચહેરા પર લગાવ્યો હતો અને બાદ એની હોમ સ્ટાફ ઉષાએ એને પૂરી બૉડીમાં લગાવવાનું સૂચન કર્યું. એલીએ ફોટો કેપ્શનમાં લખ્યું, 'ઉષા (જે મારા ઘરમાં કામ કરે છે) એ કહ્યું મૅંમ પૂરી બૉડીમાં આ માસ્ક લગાવીએ. તેથી જ અમે ચહેરા અને પછી આખા શરીરથી શરૂઆત કરી. બાદ એણે મને એલિયન કહ્યું... મને સારું લાગ્યુ કે એને ખબર છે આ બધું.
આની પહેલા કરીના કપૂરે પણ પોતાની તસવીર શૅર કરી હતી, જેમાં એણે પોતાના ચહેરા પર માસ્ક લગાવી રાખ્યો હતો. થોડા દિવસ પહેલા કરીનાએ એક તસવીર શૅર કરી છે, જેમા એણે ફૅસ પેક લગાવ્યો હતો.આ માસ્ક માટે કરીનાએ પોતાની દોસ્ત નિશા સરીનને શ્રેય આપ્યો હતો. એના બાદ એની દોસ્ત નિશાએ આ પેકને કેવી રીતે બનાવાય એ પણ જણાવ્યું. જ્યાં પ્રિયંકા ચોપડા ઘરે જ પોતાની બ્યૂટિ ટિપ્સનો ઉપયોગ કરી રહી છે.

