વિરાટ અને અનુષ્કાએ Valentine's Dayના દિવસે શૅર કરી આ રોમાન્ટિક તસવીર
વિરાટ અને અનુષ્કા
ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)એ ઈન્સ્ટાગ્રામ પર વેલેન્ટાઈન ડે (Valentine's Day)નિમિત્તે પતિ વિરાટ કોહલી (Virat Kohli) સાથે એક તસવીર શૅર કરી છે. વિરાટ કોહલી આ દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે મૅચ રમી રહ્યા છે. આ મૅચ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહી છે. આના લીધે તેઓ પત્ની અનુષ્કા શર્મા સાથે નથી.
View this post on Instagram
ADVERTISEMENT
અનુષ્કા શર્માએ વેલેન્ટાઈન ડે નિમિત્તે પતિ વિરાટ કોહલી સાથે એક ફોટો શૅર કર્યો છે. જેમાં તેણે મેસેજ પણ લખ્યો છે. અનુષ્કાએ તાજેતરમાં એક દીકરીને જન્મ આપ્યો છે, તેમણે પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ આજકાલ ચેન્નઈમાં છે અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મૅચ રમી રહ્યો છે. અનુષ્કા શર્માએ ફોટો શૅર કરતા લખ્યું, 'હું આ દિવસને વધારે ઉજવતી નથી, પરંચુ સનસેટની તસવીર શૅર કરવી વધારે મહત્વપૂર્ણ છે. મારા દરેક દિવસના, હંમેશા માટે વેલેન્ટાઈન.'
આ ફોટોને અત્યાર સુધી બે લાખથી વધારે લોકો લાઈક્સ કરી ચૂક્યા છે અને 2000થી વધારે કમેન્ટ્સ કરી ચૂક્યા છે. એક ફૅને લખ્યું, 'મારી મનપસંદ જોડી.' તેમજ અન્ય એકે લખ્યું, 'ખૂબ જ સુંદર કપલ'. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને 11 જાન્યુઆરીના રોજ દીકરી થઈ છે. અનુષ્કા શર્માએ હાલમાં જ દીકરી સાથે પોતાની તસવીર શૅર કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની દીકરીનું નામ વામિકા છે. અનુષ્કા શર્મા ફિલ્મ અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. વિરાટ કોહલી કેપ્ટન છે અને તે ભારતીય ક્રિકેટ ટીમ ભારત તરફથી રમે છે.
દીકરીના જન્મદિવસ પર અનુષ્કાએ લખ્યું હતું, 'અમે જીવનના એક પડાવથી પસાર થઈ રહ્યા છે. તમારો પ્રેમ અને કૃતજ્ઞતા અમારી સાથે છે. તમારી પ્રાર્થનાઓ અને સારી ઉર્જા માટે તમારા બધાનો આભાર.' અનુષ્કા શર્મા ફિલ્મ અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. તેમની એક્ટિંગ લોકોને ઘણી પસંદ આવે છે.

