હૈદરાબાદની નામપલ્લી મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે.
ડી. સુરેશ બાબુ
રાણા દગુબટ્ટીના પિતા અને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડી. સુરેશ બાબુનું નામ લૅન્ડ ગ્રૅબિંગ કેસમાં આવ્યું છે. હૈદરાબાદની નામપલ્લી મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. ત્યાંના લોકલ બિઝનેસમૅન પ્રમોદ કુમારે આ કેસ ફાઇલ કર્યો છે. આ કેસમાં તેણે કહ્યું છે કે રાણા દગુબટ્ટી અને તેના પિતા જબરદસ્તી જમીન ખાલી કરવા માટે તેને પ્રેશર કરી રહ્યા છે. આ ફરિયાદ મુજબ ૨૦૧૪માં સુરેશ બાબુ દ્વારા જમીન તેને લીઝ પર આપવામાં આવી હતી. જોકે આ લીઝ પૂરી થતાં સુરેશ બાબુએ એ જમીન ૧૮ કરોડ રૂપિયામાં તેને વેચી દેવાનું નક્કી કર્યું હતું. પ્રમોદ કુમારે આ માટે પાંચ કરોડ રૂપિયા આપી પણ દીધા હતા. જોકે તેનું કહેવું છે કે પૈસા આપી દીધા હોવા છતાં તેમણે જમીન વેચવાની પ્રોસેસ શરૂ નહોતી કરી અને રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ નહોતી કરી. આ મૅટરનું સમાધાન આવે એ પહેલાં જ સુરેશ બાબુએ આ જમીનને તેના દીકરા રાણાના નામ પર કરી દીધી હતી. આથી કોર્ટ દ્વારા રાણા દગુબટ્ટી અને તેના પિતાને સમન્સ મોકલવામાં આવ્યા છે.