આ બન્ને ‘આદિપુરુષ’માં જોવા મળવાનાં છે
પ્રભાસ અને ક્રિતી સૅનન
પ્રભાસ અને ક્રિતી સૅનન મૉલદીવ્ઝમાં સગાઈ કરવાનાં છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે આ બન્ને એકબીજાના પ્રેમમાં છે. જોકે બેમાંથી એકેયે પણ એ વિશે ચોખવટ નથી કરી. આ બન્ને ‘આદિપુરુષ’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રભાસ અને ક્રિતીના અફેરને લઈને છાશવારે ન્યુઝમાં આવતું રહે છે. એવામાં સાંભળવા મળ્યું છે કે આ બન્ને મૉલદીવ્ઝમાં સગાઈ કરવાનાં છે. જોકે ‘આદિપુરુષ’ની ટીમે તેમની સગાઈની વાતને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે પ્રભાસ અને ક્રિતી માત્ર ફ્રેન્ડ્સ છે અને તેમની સગાઈના ન્યુઝ તદ્દન ખોટા છે.