૩૦ માર્ચે થિયેટરમાં હિન્દી અને અન્ય સાઉથની ભાષામાં રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટોરી શ્રીકાંત ઓડેલાએ લખી અને ડિરેક્ટ કરી છે.
તેલુગુ સ્ટાર નાની
તેલુગુ સ્ટાર નાનીએ જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘દસરા’ના પાત્રમાં ઊંડા ઊતરવા માટે તે ક્યારેક શરાબ પણ પીતો હતો. આ ફિલ્મમાં તેની સાથે કીર્તિ સુરેશ પણ દેખાશે. ૩૦ માર્ચે થિયેટરમાં હિન્દી અને અન્ય સાઉથની ભાષામાં રિલીઝ થનારી આ ફિલ્મની સ્ટોરી શ્રીકાંત ઓડેલાએ લખી અને ડિરેક્ટ કરી છે. નાનીએ અગાઉ ‘જર્સી’ અને ‘મજનૂ’માં પણ કામ કર્યું હતું. ઍક્શન અને ઍડ્વેન્ચરથી ભરપૂર ‘દસરા’માં કામ કરવાના અનુભવ વિશે નાનીએ કહ્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ કરવું ખૂબ અઘરું હતું, કેમ કે એનું શૂટિંગ તેલંગણની ગોદાવરીખનીની નજીક આવેલી સિંગારેની કોલસાની ખાણ પાસે થયું હતું. એ દરમ્યાન કોલસાની ડમરીઓ ઊડતી હતી અને એની વચ્ચે શૂટિંગ કરવું કપરું હતું. એ ધૂળને કારણે મારી છાતી ભરાઈ ગઈ હતી. હું બરાબર ઊંઘી નહોતો શકતો, પરંતુ હવે જ્યારે ફિલ્મ પૂરી થઈ ગઈ છે તો એ બધું યોગ્ય લાગી રહ્યું છે. શૂટિંગ દરમ્યાન અમને ઘણી તકલીફ પડતી હતી, પરંતુ પૅક અપ બાદ જ્યારે અમારું કામ જોતા તો એ પર્ફેક્ટ દેખાતું હતું. હા, એક વાત જરૂર કહીશ કે શૂટિંગ વખતે કોઈ ફન નહોતો. ડિરેક્ટરને જ્યારે પણ લાગતું કે સીનમાં મારી આંખો લાલ દેખાવી જોઈએ તો હું રિયલમાં આલ્કોહૉલ પીતો હતો.’