બોલીવુડ એક્ટર કિરન કુમાર કોરોના પૉઝિટીવ, 10 દિવસથી છે ક્વૉરંટાઇન
કિરણ કુમાર
કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોલીવુડ અને ટીવીના જાણીતા એક્ટર કિરન કુમાર પણ આની ચપેટમાં આવી ગયા છે. કિરન કુમાર 14મેના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા હતા અને 10 દિવસથી તેમણે પોતાને ક્વૉરન્ટાઇન કર્યું છે.
74 વર્ષના કિરણ કુમારમાં કોરોનાના લક્ષણો ન હોવા છતાં પણ તેમના પરિવારને પણ આશ્ચર્ય થયું. કિરણ કુમારે પોતે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું કે તેમને કોરોનાના કોઈપણ લક્ષણો ન હોવા છતાં તેમનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો. તેમને શર્દી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઇ જ લક્ષણો નહોતા. તેમ છતાં તેમણે પરિવારથી અંતર સાધી લીધું હતું અને તેમનાથી દૂર થઈ હતી. કિરણ કુમાર સામાન્ય ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા અને તેમણે પોતાનો કોરોના ટેસ્ટ પણ કરાવી લીધો હતો જે પૉઝિટીવ આવ્યો હતો.
ADVERTISEMENT
કિરણ કુમારે કહ્યું, "મેં મારી રિપોર્ટ બાદ પોતાને સેલ્ફ આઇસોલેટ કરી લીધું છે. મારો પરિવાર બીજો મળે રહેતો હતો જ્યારે હું ત્રીજે માળે છું. મારો નેક્સ્ટ ટેસ્ટ સોમવારે થશે. મને વિશ્વાસ છે કે આ વખતે બધું ક્લિયર હશે."
કિરણ કુમારે પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકો કોરોના સંક્રમિત આવી ગયા છે. જેમાં કનિક કપૂર, નિર્માતા કરીમ મોરાની, ઝોયા મોરાની, સંક્રમિત આવ્યા હતા. આ બધાં જ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
કિરણ કુમાર બોલીવુડ ફિલ્મોમાં વિલન અને પિતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની પ્રમુખ ફિલ્મોમાં તેજાબ, ખુદા ગવાહ, પ્યાર કિયા તો ડરના ક્યા અને મુઝસે દોસ્તી કરોગી સામેલ હું.