કોરોના પૉઝિટિવ થયો ગૌતમ ગુલાટી
ગૌતમ ગુલાટી
ગૌતમ ગુલાટી પણ કોરોના પૉઝિટિવ થયો છે. ‘બિગ બૉસ’ 8નો વિનર ગૌતમ હાલમાં લંડનમાં છે. તે બેડ પર સૂતો હોય એવો ફોટો તેણે શૅર કર્યો છે. ફોટોમાં તેનો માત્ર હાથ દેખાય છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી તેણે આપી છે. સાથે જ સૌને સલામત રહેવાની અને ઘરમાં રહેવાની તેણે સલાહ આપી છે. તેને કોરોના થતાં તેનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તેની જલદી રિકવરી માટે પ્રાર્થના પણ કરી રહ્યાં છે.

