તેનામાં હળવાં લક્ષણો છે.
ફરદીન ખાન
ફરદીન ખાનને કોરોના થયો છે. તેનામાં હળવાં લક્ષણો છે. કોરોના થયો હોવાની માહિતી તેણે સોશ્યલ મીડિયા પર આપી છે. ટ્વિટર પર ફરદીન ખાને ટ્વીટ કર્યું હતું, ‘કોવિડ-19ની મારી ટેસ્ટ પૉઝિટિવ આવી છે. સદ્નસીબે મારાં લક્ષણો ઓછાં છે, જે લોકોને શંકા હોય તેમણે પણ ટેસ્ટ કરાવી લેવી કેમ કે આ વાઇરસ નાનાં બાળકો, ટૉડલર્સને વધુ ટાર્ગેટ કરે છે. તેમને ખૂબ ઓછી દવાઓ આપવામાં આવે છે. હૅપી આઇસોલેટિંગ.’