બમન ઈરાનીએ આ મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું કે આ મંદિરમાં જઈને જે શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો એનું વર્ણન કરવું સહેલું નથી.
બમન ઈરાની તેમના પરિવાર સાથે સ્વામીનારાયણના મંદિરે
અભિનેતા બમન ઈરાનીએ અમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના ભવ્ય મંદિરની સજોડે મુલાકાત લીધી હતી.
પતિ-પત્ની બન્નેએ ભગવાન સ્વામીનારાયણની પ્રતિમા પર અભિષેક કર્યો હતો. બમન ઈરાનીએ આ મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું હતું કે આ મંદિરમાં જઈને જે શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો એનું વર્ણન કરવું સહેલું નથી.

