હ્યુમન ઇમોશનને કૅપ્ચર કરવામાં અભિષેક કપૂર માસ્ટર છે: વાણી કપૂર
વાણી કપૂર
વાણી કપૂરનું કહેવું છે કે અભિષેક કપૂર હ્યુમન ઇમોશનને કૅમેરામાં કૅપ્ચર કરવામાં એકદમ માસ્ટર છે. તે હવે અભિષેક કપૂરની આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મમાં કામ કરી રહી છે. વાણીએ પણ હાલમાં જ ‘બેલબૉટમ’નું શૂટિંગ પૂરું કર્યું છે અને તે હવે આયુષ્માન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ વિશે વાણીએ કહ્યું હતું કે ‘હ્યુમન ઇમોશન્સને જ્યારે કૅપ્ચર કરવાની વાત આવે ત્યારે અભિષેક કપૂર એમાં એકદમ માસ્ટર છે. તેમણે ‘રૉક ઑન’, ‘કાયપો છે’ અને ‘કેદારનાથ’ જેવી ફિલ્મોમાં ખૂબ જ સારી રીતે એ કૅપ્ચર કર્યું છે. રિલેશનશિપના દરેક પહેલુને તેઓ ખૂબ જ સારી રીતે રજૂ કરે છે અને તેમના ફિલ્મમેકિંગમાં મને એ ખૂબ જ પસંદ છે. ‘કાયપો છે’માં તેમણે જે રીતે ત્રણ ફ્રેન્ડ્સની સ્ટોરીને કૅપ્ચર કરી હતી એ જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે એકદમ રિયલ અને સિમ્પલ, પરંતુ કૉમ્પ્લીકેટેડ હતું. ખૂબ જ દર્દભરી પરંતુ સુંદર ફિલ્મ હતી. તેમની સાથે કામ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું, કારણ કે મને લાગે છે કે તેમની પાસેથી હું ઘણું શીખીશ.’

