અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી’નુ તેનું પાત્ર તેની કલ્પના બહારનું છે. આ ફિલ્મની રિલીઝને ગઈ કાલે પાંચ વર્ષ થયાં છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, વિજય રાઝ અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળ્યાં હતાં.
અભિષેક બૅનરજી
અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી’નુ તેનું પાત્ર તેની કલ્પના બહારનું છે. આ ફિલ્મની રિલીઝને ગઈ કાલે પાંચ વર્ષ થયાં છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, વિજય રાઝ અને અપારશક્તિ ખુરાના પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મની સીક્વલ ‘સ્ત્રી 2’ પણ બનવાની છે. ‘સ્ત્રી’માં જનાના રોલમાં અભિષેક જોવા મળ્યો હતો. એ રોલ વિશે અભિષેક બૅનરજીએ કહ્યું કે ‘ફિલ્મમાં જનાનો રોલ ભજવવાને પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. આ કૅરૅક્ટરની જે જર્ની છે એ મારી કલ્પનાથી પરે છે. ‘સ્ત્રી’થી શરૂઆત કરીને એ પાત્રના યુનિવર્સને વિસ્તારવામાં આવતાં જનાનો વિકાસ પણ પ્રશંસનીય છે. મેં ફિલ્મમાં મારી જર્નીની શરૂઆત ડાર્ક રોલથી કરી હતી. જનાની ભૂમિકાએ મને હાસ્યાસ્પદ પાત્ર ભજવવાની તક આપી. જનાને ભજવવાની દરેક ક્ષણને મેં એન્જૉય કરી છે. હું એ પાત્ર સાથે સારી રીતે જોડાઈ ગયો છું. જના પર લોકોએ જે પ્રેમ વરસાવ્યો છે એની મને ખુશી છે અને સાથે જ ‘સ્ત્રી 2’માં ફરીથી એને ભજવવા માટે એક્સાઇટેડ છું.’