આ પ્રૉપર્ટી અભિષેકે કેટલામાં ખરીદી એ હજી જાણવા નથી મળ્યું
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને તાજેતરમાં જ જુહુના એક અપકમિંગ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં સુંદર અપાર્ટમેન્ટ ખરીદ્યો છે એવા સમાચાર આવ્યા છે. આ નવું બિલ્ડિંગ બચ્ચન પરિવારના બંગલા ‘જલસા’ની નજીક જ છે. આ અપાર્ટમેન્ટમાંથી જુહુ બીચનો ભવ્ય નજારો જોવા મળે છે. આ પ્રૉપર્ટી અભિષેકે કેટલામાં ખરીદી એ હજી જાણવા નથી મળ્યું.
જુહુમાં બચ્ચન પરિવારના પાંચ બંગલા અને નવાં બિલ્ડિંગમાં બીજી ઘણી પ્રૉપર્ટી છે. મોટા ભાગની પ્રૉપર્ટી એક જ બિલ્ડર પાસેથી ખરીદવામાં આવી છે, પણ અભિષેકે હમણાં જે ફ્લૅટ ખરીદ્યો છે એ બીજા બિલ્ડરના પ્રોજેક્ટમાં છે. અક્ષય કુમારે પણ આ જ બિલ્ડિંગમાં ઇન્વેસ્ટ કર્યું છે.
ADVERTISEMENT
બે મહિના પહેલાં જ સમાચાર આવેલા કે અભિષેકે બોરીવલીમાં ઑબેરૉય રિયલ્ટીના ઑબેરૉય સ્કાય સિટી પ્રોજેક્ટમાં ૧૫.૪૨ કરોડ રૂપિયાની કિંમતે ૬ ફ્લૅટ ખરીદ્યા છે.