અભિષેક બચ્ચન ‘હાઉસફુલ 5’નું શૂટિંગ પતાવીને સોમવારે મુંબઈ પાછો આવી ગયો હતો, પણ આ પાર્ટીમાં જોવા ન મળ્યો
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાની ફૅમિલી-પાર્ટી
ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા એક ફૅમિલી-પાર્ટી માણી રહ્યાં હોય એવી તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અફવાબજાર પાછું ગરમ થઈ ગયું છે. આ ફોટો મંગળવારનો છે અને કોઈક બર્થ-ડે પાર્ટીનો છે. ફોટોમાં અભિષેક બચ્ચન નથી એટલે ફરી તેમના ડિવૉર્સની વાતો ચગી છે. આ ફોટોમાં ઐશ્વર્યાનાં મમ્મી તથા અન્ય ફૅમિલી-મેમ્બર્સ પણ છે. યોગાનુયોગ અભિષેક બચ્ચન ‘હાઉસફુલ 5’નું શૂટિંગ પતાવીને સોમવારે મુંબઈ પાછો આવી ગયો હતો, પણ આ પાર્ટીમાં જોવા ન મળ્યો એટલે ચર્ચા ઊપડી છે.