Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભય વર્મા બનશે સુહાના ખાનનો હીરો?

અભય વર્મા બનશે સુહાના ખાનનો હીરો?

09 August, 2024 09:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિટ ફિલ્મ મુંજ્યાના આ ઍક્ટરને શાહરુખ ખાન અને તેની દીકરીની ફિલ્મ ‘કિંગ’ મળી હોવાની ચર્ચા

અભય વર્મા, સુહાના ખાન

અભય વર્મા, સુહાના ખાન


જૂન મહિનામાં રિલીઝ થયેલી અને સરપ્રાઇઝ હિટ બનેલી હૉરર કૉમેડી ફિલ્મ ‘મુંજ્યા’ના હીરો અભય વર્માને લૉટરી લાગી છે. એવા સમાચાર આવ્યા છે કે અભયને શાહરુખ ખાન, સુહાના ખાન અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘કિંગ’માં લેવામાં આવ્યો છે. ગૅન્ગસ્ટરો પર આધારિત આ ઍક્શન ફિલ્મમાં અભયને સુહાનાના હીરો બનવાનો ચાન્સ મળશે એવી ચર્ચા છે. ‘કિંગ’માં અભિષેક વિલન બનશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન ‘કહાની’, ‘કહાની 2’, ‘બદલા’, ‘જાને જાં’ જેવી ફિલ્મોનો ડિરેક્ટર સુજૉય ઘોષ કરવાનો છે. નાના બજેટની ફિલ્મ ‘મુંજ્યા’એ બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો એના પગલે અભય લાઇમલાઇટમાં આવી ગયો છે. આ ફિલ્મમાં તેની હિરોઇન શર્વરી હતી.


કોણ છે અભય વર્મા?



હરિયાણાના પાનીપતથી હીરો બનવા સપરિવાર મુંબઈ આવેલા ૨૬ વર્ષના અભયે શરૂઆત ૨૦૧૮ની હૃતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’થી જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યાર બાદ ફિલ્મ-ટીવીમાં બે-ત્રણ નાના રોલ કર્યા પછી મનોજ બાજપાઈની વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં અભયની નોંધ લેવાઈ હતી. આ વર્ષે જ તે સારા અલી ખાન સાથે ‘અય વતન મેરે વતન’માં દેખાયો હતો. આગામી ફિલ્મ ‘મન બૈરાગી’માં તે નરેન્દ્ર મોદીની યુવાવસ્થાના પાત્રમાં જોવા મળવાનો છે. અભયનો ભાઈ અભિષેક વર્મા પણ ઍક્ટર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK