સંતાનોને ન્યાય મળે એ માટે ૧૯ વર્ષ સુધી કાનૂની લડત આપનારા પેરન્ટ્સની લાઇફ પર છે આ વેબ-સિરીઝ
ઉપહાર સિનેમામાં લાગેલી આગ પર બનનારી વેબ-સિરીઝમાં અભય
દિલ્હીમાં રહેતાં નીલમ અને શેખર કૃષ્ણમૂર્તિએ લખેલી ‘ટ્રાયલ બાય ફાયર’ પરથી આજ નામે બનનારી વેબ-સિરીઝમાં ફાઇનલી લીડ કૅરૅક્ટર માટે અભય દેઓલ અને શિલ્પા શુક્લાને કાસ્ટ કરવામાં આવ્યાં છે. ‘ટ્રાયલ બાય ફાયર’ દિલ્હીના ઉપહાર સિનેમામાં લાગેલી આગની ઘટના પર આધારિત છે. આ આગમાં પ૯ લોકોનાં મોત થયાં હતાં. નીલમ અને શેખરનાં બે ટીનેજ બાળકો પણ એ સમયે ફિલ્મ જોવા ઉપહાર સિનેમામાં ગયાં હતાં અને તેમણે પણ જીવ ગુમાવ્યા હતા. ઉપહાર સિનેમામાં લાગેલી આગ મૅનેજમેન્ટની બેદરકારીને કારણે લાગી હતી એ પુરવાર કરવામાં ૧૯ વર્ષ લાગ્યાં હતાં પણ ફાઇનલી એમાં જીવ ગુમાવનારાઓને ન્યાય મળ્યો હતો.
અભય દેઓલ શેખર કૃષ્ણમૂર્તિનો રોલ કરશે તો શિલ્પા તેની વાઇફ નીલમ બને છે. સત્યને બહાર લાવવા માટે શેખર અને નીલમે કેવી-કેવી જહેમત ઉઠાવી હતી એની વાત ‘ટ્રાયલ બાય ફાયર’માં કહેવામાં આવી છે.