આ ફોટોમાં તે મશીનગન અને ગિટાર પકડીને ઊભો છે.
આયુષ શર્મા
આયુષ શર્માએ ગઈ કાલે તેની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ બૉલીવુડમાં ‘લવ યાત્રી’ દ્વારા શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે સલમાન સાથેની ‘અંતિમ’માં કામ કર્યું હતું. આયુષ હાલમાં મૉડર્ન ઍક્શન ઍડ્વેન્ચર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે આ સાથે જ તેણે તેની ચોથી ફિલ્મની જાહેરાત ગઈ કાલે કરતાં ફક્ત ટીઝર પોસ્ટર શૅર કર્યું હતું. આ ફોટોમાં તે મશીનગન અને ગિટાર પકડીને ઊભો છે. આજે તેનો જન્મદિવસ હોવાથી આ ફિલ્મની જાહેરાત ટીઝર લૉન્ચ કરીને કરવામાં આવશે. આયુષે તેના લુકની સાથે ટીઝર લૉન્ચ કરવાની જાહેરાત પણ કરી હતી.