સુશ્રીની વાત કરીએ તો તે નૅશનલ લેવલ સ્વિમર છે, તે હૉર્સ રાઇડિંગ કરે છે અને સાથે જ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની પણ તેણે ટ્રેઇનિંગ લીધી છે.
આયુષ શર્મા અને સુશ્રી મિશ્રા
આયુષ શર્માને તેની આગામી ફિલ્મ ‘AS04’ માટે ફીમેલ લીડ મળી ગઈ છે. તેનું નામ સુશ્રી મિશ્રા છે. તે ભૂતપૂર્વ ફૅમિના મિસ ઇન્ડિયા યુનાઇટેડ કૉન્ટિનેન્ટ્સ રહી ચૂકી છે. ‘AS04’ને કે. કે. રાધામોહને પ્રોડ્યુસ અને કાત્યાયન શિવપુરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. સુશ્રીની વાત કરીએ તો તે નૅશનલ લેવલ સ્વિમર છે, તે હૉર્સ રાઇડિંગ કરે છે અને સાથે જ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની પણ તેણે ટ્રેઇનિંગ લીધી છે. તેની પ્રશંસા કરતાં આયુષે કહ્યું કે ‘અમે ‘AS04’ માટે નવું નામ શોધી રહ્યા હતા, જે ન માત્ર નવો ચહેરો હોય સાથે જ તે પોતાની પર્સનાલિટી દ્વારા લોકોનું ધ્યાન પણ ખેંચે. એથી સુશ્રી આ રોલ માટે ન માત્ર તેના લુકથી, પરંતુ તેની ઍક્ટિંગ સ્કિલ અને ઍક્શનની ક્ષમતાથી પણ પર્ફેક્ટ બંધ બેસે છે. અમે તેની સાથે કેટલુંક શૂટિંગ પણ કર્યું છે અને તેને ફિલ્મમાં સામેલ કરવાથી અમે પણ ઉત્સુક છીએ.’
સુશ્રી અગાઉ ‘ઝીરો’માં અને ‘મલાલ’માં નાનકડી ભૂમિકામાં જોવા મળી છે. હવે આ ફિલ્મમાં તે પહેલી વખત લીડ કૅરૅક્ટર ભજવવાની છે. સુશ્રી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષે કૅપ્શન આપી હતી, ‘ગિટાર હૈ, ગન હૈ ઔર ઇનકો ચલાનેવાલી સુશી બાબા ભી હૈ. વૈસે પહચાન કી દિક્કત ઇનકી ભી હૈ. આ પાગલપંતીથી ભરેલી ફિલ્મ ‘AS04’માં સુશ્રીનું સ્વાગત છે.’