આ ફિલ્મને કાત્યાયન શિવપુરીએ ડિરેક્ટ કરી છે
આયુષ શર્માની ‘ASO4’નું ટાઇટલ રહેશે ‘રુસલાન’
આયુષ શર્માની આગામી ફિલ્મ ‘ASO4’નું ટાઇટલ હવે ‘રુસલાન’ રાખવામાં આવ્યું છે. આ મસાલા ઍક્શન ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે એનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર આયુષે શૅર કર્યું છે. એમાં તેના હાથમાં ગિટાર છે. આ ફિલ્મને કાત્યાયન શિવપુરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સુશ્રી મિશ્રા, જગપતિ બાબુ અને વિદ્યા માલવદે પણ જોવા મળશે. પોતાની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષે કૅપ્શન આપી હતી, ‘નામ ઔર પહચાન દોનોં રુસલાન. આ રહા હૂં શોર મચાને. અબ ગિટાર ભી બજેગા ઔર ગન ભી. ‘ASO4’ હવે ‘રુસલાન’ છે.’