પહેલી બે સીઝન પણ દર્શકોએ ખૂબ જ વખાણી, જેથી આ ભારતીય ઓટીટી પર સૌથી વધારે વ્યૂઝ મેળવનારી સીરીઝ બની.
તસવીર સૌજન્ય મિડ-ડે
MX પ્લેયરની ઓરિજિનલ વેબ સીરિઝ એક બદનામ - આશ્રમ 3 હાલ ચર્ચામાં છે. જેવા બાબા નિરાલાના આશ્રમના દ્વાર ખુલ્યા, ભક્ત દોડી પડ્યા બાબાના દર્શન માટે. એટલે જ માત્ર 32 કલાકમાં 100 મિલિયન વ્યૂઝ મેળવી શકાઈ. એમએક્સ પ્લેયરની આ ઑરિજિનલ વેબ સીરિઝ પૉપ્યુલર રહી છે. સાથે જ ઓટીટી જગતમાં આટલી મોટી હિટ આપનાર એમએક્સ પ્લેયર પણ હવે નંબર 1 બન્યું છે. પોતાની પહેલી સીઝનની રિલીઝ પછી આ સીરિઝ ખૂબ જ લોકપ્રિય બની છે. પહેલી બે સીઝન દર્શકો દ્વારા ખૂબ જ વખણાઇ, જેથી આ ભારતીય ઓટીટી પર સૌથી વધારે વ્યૂઝ મેળવનારી સીરીઝ બની.
એવું લાગે છે કે સીરિઝ દરેક નવી સીઝન સાથે વખણાય છે અને પોતાની એક આગવી લોકપ્રિયતા મેળવે છે. આશ્રમની પહેલી બે સીઝન્સને લગભગ 160 મિલિયન વ્યૂઝ મળ્યા. સાથે જ સીઝન 3ના ટ્રેલરના છ કલાકમાં જ શૉ આખા ભારતમાં યૂટ્યૂબ પર પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યો હતો. 3 જૂનના રિલીઝ થયા પછીથી સ્ટોરી અને પાત્રો ચર્ચાનો વિષય બન્યા છે. આશ્રમમાં બાબા નિરાલાના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક બદનામ-આશ્રમ 3માં કાશીપુરવાળા બાબા નિરાલા વધારે નીડર અને સત્તા માટેની તેમની લાલચે તેમને અજેય બનાવ્યા છે. તે પોતાને સૌથી ઉપર માને છે અને વિચારે છે કે તે ભગવાન છે. આશ્રમની શક્તિ ચરમસીમાએ છે. આ `બદનામ` આશ્રમ મહિલાઓના શોષણ, ડ્રગ્સ અને પોતાની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંડોવાઈને સત્તા મેળવવા માગે છે. બીજી તરફ, ભગવાન નિરાલા સામે બદલો લેવા માટે પમ્મીની રાતની ઊંઘ ઊડી ગઈ છે.
ADVERTISEMENT
એમએક્સ મીડિયાના ચીફ કૉન્ટેન્ટ ઑફિસર ગૌતમ તલવારે કહ્યું, `એક બદનામ... આશ્રમ 3`, આ અનોખી સીરિઝ જોવા માટે દર્શકોની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે અને આનો અર્થ છે કે સીઝન 2એ 17 કલાકથી પણ ઓછા સમયમાં 50 મિલિયન અને સીઝન 3એ સીરિઝ લૉન્ચના માત્ર 32 કલાકમાં 100 મિલિયન વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે. અમે પ્રયત્ન કરશું કે અમે આગળ વધારે શક્તિશાળી અને પ્રભાવશાળી સ્ટોરીઝ દર્શાવતા રહીએ. સીરિઝમાં બૉબી દેઓલ, અદિતિ પોહંકર, ચંદન રૉય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, ઈશા ગુપ્તા, સચિન શ્રૉફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોષ જેવા એક્ટર્સ છે.

