Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વસ્તરે ઓળખ આપનાર સરોદ વાદક આશિષ ખાનનું નિધન

ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વસ્તરે ઓળખ આપનાર સરોદ વાદક આશિષ ખાનનું નિધન

Published : 18 November, 2024 12:50 PM | IST | Los Angeles
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Aashish Khan Death: સરોદ વાદક આશિષ ખાનના નિધનના સમાચાર ભત્રીજાએ સોશ્યલ મીડિયા દ્વારા આપ્યા; વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરોદ વાદક આશિષ ખાન (Aashish Khan)નું 84 વર્ષની વયે નિધન થયું છે. મહાન સરોદ વાદક (Sarod Maestro Aashish Khan) એ અમેરિકા (United States Of America)ના લોસ એન્જલસ (Los Angeles)માં અંતિમ શ્વાસ લીધા. આશિષ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં એક ઓળખ આપી. આશિષ ખાન નિધનના બે દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ હતા.


આશિષ ખાનના ભત્રીજા, ઉસ્તાદ શિરાઝ અલી ખાને સોશિયલ મીડિયા પર પીઢ સરોદ વાદકના નિધન (Aashish Khan Death)ની પુષ્ટિ કરી છે. તેણે આશિષ ખાનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ સાથે અમે ગુરુવારે ૧૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ અમારા આદરણીય અને પ્રિય આશિષ ખાનના નિધન થયું છે, જેની અમે તમને જાણ કરીએ છીએ. અમે તેમને અમારા જીવનમાં મેળવીને ધન્ય છીએ અને તેઓ હંમેશા અમારા હૃદયમાં રહેશે.’



આશિષ ખાનનો જન્મ વર્ષ ૧૯૩૯માં સંગીતનું બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના દાદા ઉસ્તાદ અલાઉદ્દીન ખાન અને પિતા ઉસ્તાદ અલી અકબર ખાન પણ ઉત્તમ સરોદ વાદક હતા. તેમણે જ આશિષ ખાનને તાલીમ આપી હતી. આશિષ ખાને નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. આશિષ ખાનને તેમના આલ્બમ ‘ગોલ્ડન સ્ટ્રીંગ્સ ઓફ ધ સરોદ’ (Golden Strings of the Sarode) માટે વર્ષ ૨૦૦૬માં ‘બેસ્ટ ટ્રેડિશનલ વર્લ્ડ મ્યુઝિક આલ્બમ’ (Best Traditional World Music Album) કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ (Grammy Awards) માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૪માં આશિષ ખાનને ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ (Sangeet Natak Akademi Award) એનાયત કરવામાં આવ્યો હતો. પંડિત રવિશંકર અને પન્નાલાલ ઘોષ જેવા દિગ્ગજ નેતાઓના પગલે ચાલતા આશિષ ખાનને વર્ષ ૧૯૮૯માં તેમને ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio)ના ઓર્કેસ્ટ્રા જૂથમાં જોડાવાની તક મળી હતી. તેમને સંગીતકાર અને સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આશિષ ખાન પોતાની આવડતને દુનિયાભરમાં ફેલાવવા માંગતા હતા આથી તેમણે અમેરિકા (America) અને કેનેડા (Canada)ની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને તાલીમ આપી. આંતરાષ્ટ્રીય સ્તરે ભારતીય શાસ્ત્રીય સંગીતને ઓળખ આપનાર સરોદ વાદક આશિષ ખાને જ્યોર્જ હેરિસન (George Harrison), એરિક ક્લેપ્ટન (Eric Clapton) અને રિંગો સ્ટાર (Ringo Starr) જેવા આંતરરાષ્ટ્રીય સંગીતકારો સાથે કામ કર્યું હતું. આશિષ ખાનના લોકપ્રિય વર્કમાં ‘ગાંધી’ (Gandhi) અને ‘અ પેસેજ ટુ ઈન્ડિયા’ (A Passage to India) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથે ઈન્ડો-જાઝ બેન્ડ ‘શાંતિ’ (Shanti)નો પણ પાયો નાખ્યો હતો.


આશિષ ખાન એક ઉત્તમ સરોદ વાદક અને સંગીતકાર હતા. તેમના સંગીતે ઘણા સંગીતકારો અને શ્રોતાઓને પ્રેરણા આપી છે. તેઓ વિશ્વભરના ઘણા વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2024 12:50 PM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK