દુબઈની ઇવેન્ટમાં પીઢ કન્નડા અભિનેતાને પગે લાગી એને પગલે લોકોની નજરોમાં વસી ગઈ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
તાજેતરમાં દુબઈમાં આયોજિત સાઉથ ઇન્ડિયન ઇન્ટરનૅશનલ મૂવી અવૉર્ડ્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનને અવૉર્ડ મળ્યો ત્યારે મમ્મીનો ફોટો પાડતી આરાધ્યાની મનમોહક તસવીર ખૂબ વાઇરલ થઈ હતી. હવે આ જ ઇવેન્ટમાં આરાધ્યા કન્નડા સિનેમાના પીઢ અભિનેતા અને ફિલ્મસર્જક શિવા રાજકુમારને પગે લાગતી હોય એવા ફોટો-વિડિયો વાઇરલ થયા છે.
આ ક્ષણ દુબઈની ઇવેન્ટની હાઇલાઇટ બની ગઈ છે અને સોશ્યલ મીડિયા પર લોકો આરાધ્યાના સંસ્કારનાં વખાણ કરી રહ્યાં છે. આરાધ્યાના આ વર્તનનું શ્રેય કેટલાક લોકોએ ઐશ્વર્યાને આપ્યું છે,
તેમનું કહેવું છે કે તેણે સંસ્કારી દીકરીને ઉછેરી છે. કેટલાક લોકો આ ઘટનાને અમિતાભ બચ્ચનના સંસ્કાર ગણાવે છે.